‘રાગા’ ફિલ્મ પાછળ ભાજપનો હાથ..?!!

0
1

મુંબઈ,તા.૧૧
બોલિવૂડની કાકટેલ સર્કિટમાં એવી વાતો વહેતી થઇ હતી કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વિશે બની રહેલી ફિલ્મ પાછળ ભાજપનો હાથ છે અને આ ફિલ્મ રાજકીય ઉદ્દેશથી બનાવવામાં આવી રહી છે.
સિનિયર અભિનેતા અનુપમ ખેરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘની ફિલ્મ બન્યા બાદ પહેલાં વિવેક ઓબેરોયને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફિલ્મની જાહેરાત થઇ અને હવે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વિશે ફિલ્મ બની રહી છે જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનું નિમિત્ત બની હતી.
રૂપેશ પાલ રાહુલ ગાંધીની ફિલ્મના ડાયરેક્ટર છે. રૂપેશે એવો દાવો કર્યો હતો કે હું દિલ્હીમાં પત્રકાર તરીકે કામ કરતો હતો ત્યારે રાહુલ ગાંધીને કામ કરતાં જાઇને મને આ ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી હતી. કોઇને એવી કલ્પના નહોતી કે સમયના વહેવા સાથે રાહુલ આટકા આક્રમક બની જશે અને સતત પ્રવૃત્તિશીલ બની રહેશે. એમની આટઆટલી મજાક ઊડાવવામાં આવી છતાં એ ટકી ગયા છે અને સંજાગોની સામે લડી રહ્યા છે.
જા કે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઇ હતી કે રાહુલ ગાંધીની ફિલ્મ પાછળ ભાજપનો હાથ છે અને સંસદીય ચૂંટણી ટાણે ભાજપ આ પિલ્મ રજૂ કરાવીને રાહુલને મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકવા માગે છે. રવિવારે આ ફિલ્મનું ટ્રેલર રિલિઝ થયું હતું. ભૂતકાળમાં રૂપેશે બનાવેલી કામસૂત્ર અને સેંટ ડ્રેકિયુંલા ફિલ્મો પીટાઇ ગઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY