‘તખ્ત’માં આલિયા રણવીરની હીરોઇન નથી.?!!

0
18

મુંબઈ,તા.૧૧
ખમતીધર ફિલ્મ સર્જક કરણ જાહરની આગામી ફિલમ તખ્તમાં રણવીર સિંઘ અને આલિયા ભટ્ટ ચમકી રહ્યાં છે એ વાત સાચી પરંતુ આલિયા રણવીરની હીરોઇન નથી એવી માહિતી મળી હતી.
ખુદ રણવીરે એક મિડિયા મીટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. આ બંનેએ જા કે ઝોયા અખ્તરની ગલી બાયમાં મુખ્ય ભૂમિકા કરી હતી. તખ્તમાં રણવીર સિંઘ મુઘલ બાદશાહ દારા શિકોહનો રોલ કરી રહ્યો છે જ્યારે વીકી કૌશલ ઔરંગઝેબનો રોલ કરવાનો છે.
કરણની આ ફિલ્મ મેગાબજેટ અને મÂલ્ટસ્ટાર ફિલ્મ છે. એમાં રણવીર સિંઘ અને વીકી કૌશલ ઉપરાંત કરીના કપૂર, આલિયા ભટ્ટ, ભૂમિ પેડણેકર, જાન્હવી કપૂર અને સિનિયર અભિનેતા અનિલ કપૂર પણ ચમકી રહ્યાં છે.
રણવીરે કહ્યું કે ટૂંક સમયમાં એ વિગતો જાહેર થશે કે કયો કલાકાર કયું પાત્ર ભજવી રહ્યો છે. હાલ એ વિશે પૂરતી માહિતી મારી પાસે પણ નથી.
એક સૂત્રે કહ્યું કે અગાઉના સમયમાં જ્યારે પ્રમોશન આટલી હદે આક્રમક નહોતું ત્યારે કલાકારો ફિલ્મ વિશે બહુ બોલતાં નહોતાં. હવે આક્રમક પ્રમોશનના આજના સમયમાં કલાકારો છૂટથી ફિલ્મો વિશે બોલે છે અને મિડિયાને કેટલીક માહિતી આપી દે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY