‘શર્મા જી કી લગ ગઈ’માં જોવા મળશે કૃષ્ણા અભિષેક

0
5

મુંબઈ,તા.૧૧
‘ધ કપિલ શર્મા શો સીઝન ૨’ હાલના દિવસોમાં દર્શકોને હસાવી રહી છે. શોના કલાકારો દર્શકોને એન્ટરટેન કરતા જાવા મળી રહ્યા છે. આ શોના મુખ્ય કલાકારમાંથી એક કૃષ્ણા અભિષેક એક અનુભવી કોમેડિયન છે. એક સમયે કૃષ્ણા અને કપિલ વચ્ચે ટકરાવ થતો હતો, પરંતુ હવે બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. જેના કારણે બંને કલાકારો એક મંચ પર જાવા મળી રહ્યા છે.
કૃષ્ણા છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મોનો ભાગ બની ચુક્વ્યો છે. હવે ફરી એક વાર કૃષ્ણા એક ફિલ્મનો ભાગ બનવા માટે તૈયાર છે. કોમેડિયન કૃષ્ણા ‘શર્મા જી કી લગ ગઈ’ નામની ફિલ્મમાં અભિનય કરતો જાવા મળશે. આ ફિલ્મમાં બૃજેન્દ્ર કાલા અને મુગ્ધા ગોડસે પણ જાવા મળશે.
કોમેડિયન કૃષ્ણાએ હાલમાં જ પોતાની ફિલ્મ ‘શર્મા જી કી લગ ગઈ’નું પોસ્ટર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY