મુંબઈ,તા.૧૫
રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ‘ગલી બોય’ વેલેન્ટાઇન ડેના દિવસે રિલીઝ થઈ છે. આ ફિલ્મના રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. આ ફિલ્મ પહેલેથી જ લગભગ ૧૯ કરોડ ટ્રેડ થઈ ગઈ છે. ફિલ્મની કમાણીના આંકડાઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.
વેલેન્ટાઇન ડેના પ્રસંગે આ ફિલ્મે લગભગ રૂ. ૧૮.૭૦ કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે કહ્યું હતું કે, “ગલી બોય સારી શરૂઆત છે. આ વિશે જાણકારી આપે છે. વેલેન્ટાઇન ડે સત્તાવાર રજાનો દિવસ નથી, પરંતુ તેણે ફિલ્મને આગળ વધારી છે. મેટ્રોમાં આ ફિલ્મ ટ્રેન્ડ કરી રહી છે.
ગલી બોય ફિલ્મે રિલીઝ થતા કમાણી કરી લીધી છે. મળતી માહિતી મુજબ એડવાન્સ બુકિંગમાં કૂલ ૮ કરોડ રુપિયાનું કલેક્શન ફિલ્મે કરી લીધુ હતુ. મુંબઇ, પુને અને બેંગ્લોર જેવા મોટા શહેરોમાં મુવી બૂકિંગ પહેલા જ આટલી કમાણી ફિલ્મે કરી લીધી છે. લાગે છે કે આ ફિલ્મને ૪૦ થી ૪૫ ટકા જેટલો જંપ મળી શકે છે. આ ફિલ્મનું કુલ બજેટ ૫૦ કરોડ રુપિયા છે.
સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ ફિલ્મ આલિયાના કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ સાબિત થઇ શકે છે. આ ફિલ્મને લઇને યુવાનોમાં ઘણી ઉત્સુખતા જાવા મળી રહી છે. આ ફિલ્મમાં રેપ કલ્ચર બતાવવામાં આવ્યું છે. જે યંગ જનરેશનમાં ઘણુ પોપ્યુલર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




