‘ઓરુ આદર લવ’નું બોક્સઓફિસ પર ધબાય નમઃ

0
28

મુંબઈ,તા.૧૫
પ્રિયા પ્રકાશ વોરિયર જેણે પોતાની આંખના એક ઈશારે જગત આખામાં પોપ્યુલારીટી મેળવી લીધી. રાતોરાત પ્રિયા ચર્ચાનો મુદ્દો બની ગઈ હતી. ગીત અને પ્રિયાની ફિલ્મની ભારતના ફેન્સ બેસબ્રીથી રાહ જાઈ રહ્યા હતા. એ ફિલ્મ રિલીઝ થઈ છે. નામ છે ઓરૂ આદાર લવ અને ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફ્લોપ થઈ ગઈ છે. આટલી મોટી ડિઝાસ્ટર કોઈ ફિલ્મ નથી બની જેટલી પ્રિયાની ફિલ્મ બની છે. ગત્ત વર્ષે ફિલ્મનું એક ગીત અને આંખ મારતી પ્રિયાની અદા સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ તેની લોકપ્રિયતાનો ગ્રાફ એકાએક ઉપર ચડી ગયો હતો. જે પછી ધીમે ધીમે તે મીડિયામાં હાઈલાઈટ થવા લાગી. હાલમાં જ ફિલ્મનો એક કિસીંગ સીન પણ સામે આવ્યો હતો જેમાં પ્રિયા પોતાના લવ ઈન્ટ્રેસને તસતસતુ ચુંબન આપી દે છે. આ સીન પણ ફિલ્મને નથી બચાવી શક્્યો એ હદે ફિલ્મ બોક્સઓફિસ પર ધબાય નમઃ થઈ ગઈ છે.
ફિલ્મનો પહેલો હાફ ફિલ્મની પરિભાષા પ્રમાણે મનોરંજન આપે છે. પણ ફિલ્મનો અંત અને ટ્રેજિક સિક્વન્સથી દર્શકો ખુશ નથી થઈ શકતા. કારણ કે તે વસ્તુ અનએક્સપેક્ટેડ છે. આવા પ્રકારની ફિલ્મ બનાવી તેને લવનું ઉપનામ જ શા માટે આપવું જાઈએ. ઉપરથી તેને વેલેન્ટાઈન ડેના દિવસે જ રિલીઝ કરવી ? ફિલ્મની કોઈ સારી વાત હોય તો એકમાત્ર એ છે કે નવા કલાકારો ડેબ્યુ કરી રહ્યા છે.
ફિલ્મમાં પ્રિયા પ્રકાશ વોરિયરે આંખ મારવા સિવાય કોઈ પણ પ્રકારના એક્સપ્રેસન નથી આપ્યા. તે ફિલ્મ જાયા પછી માનવું પડે. ફિલ્મ વિશે ઓવરઓલ એ કહી શકાય કે થીએટરમાં જાવાને લાયક નથી પરંતુ મોબાઈલમાં જાઈ શકો છો. એક્ચ્યુલી ફિલ્મને બીજી ભાષાઓમાં ડબ ન કરીને બીજી ભાષાઓ પર પણ ડાયરેક્ટરે મહેરબાની કરી છે. એક પ્રકારે લવસ્ટોરી છે પણ લવસ્ટોરીનો જે મૂળ એલિમેન્ટ હોવો જાઈએ તે ક્્યાંય દેખાતો નથી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY