મુંબઇ,તા.૧૭
પુલવામા આતંકવાદી હુમલા બાદ દેશની પ્રખ્યાત હસ્તિઓ સોશ્યલ મીડિયાના અલગ-અલગ માધ્યમ પર શોક વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે આ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને લઇને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ પણ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું. સાનિયાએ આ પોસ્ટમાં લખ્યું હતું કે આ પોસ્ટ એવા લોકો માટે છે કે જેઓ માને છે કે દેશ અને દુનિયાની પ્રખ્યાત હસ્તિ તરીકે અમારે દેશમાં થયેલા હુમલાઓને લઇને નિંદા કરતી પોસ્ટ ટ્વીટર અને ઇન્સટાગ્રામ પર કરી જરૂરી છે.
સાનિયા આગળ લખે છે કે તમારા માંથી કેટલાક એવા લોકો પણ છે કે જેમની પાસે ગુ્સ્સો કાઢવા માટે કોઇ ટાર્ગેટ નથી એટલે દેશમાં નફરત ફેલાવા માટેની કોઇ તક છોડતા નથી. હું મારા દેશ માટે રમું છું, દેશ માટે મારો પરસેવો પાડું છું અને આવી રીતે હું માર દેશની સેવા કરું છું. આ સીવાય હું મારા દેશ માટે શહીદ થયેલા સીઆરપીએફ જવાનોના પરિવારના લોકો સાથે ઉભી છું.
વધુમાં સાનિયા લખે છે કે ૧૪ ફેબ્રુઆરી ભારત માટે બ્લેક ડે છે એને હું આશા રાખું છું કે ભવિષ્યમાં કિયારેય પણ આવો દિવસ ફરી જાવા નહીં મળે. આ દિવસ કિયારેય પણ ભુલવામાં નહીં આવે. હું શાંતિ માટે પ્રાર્થના કરું છું. ગુસ્સો ત્યાં સુધી જ બરાબર છે કે તેનાથી કઇંક બહાર નીકળીને આવી શકતું હોય અને કોઇ વ્યકિતને ટ્રોલ કરીને કંઇજ પ્રાપ્ત થશે નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





