મોદી સરકારનો સપાટોઃ પાંચ ભાગલાવાદીઓની સુરક્ષા-સરકારી સુવિધાઓ પાછી ખેંચાઇ

0
7

પુલવામા હુમલા બાદ મોદી સરકાર એક્શન મોડમાં,કાર્યવાહી શરુ
આ ભાગલાવાદી નેતાઓમાં મીરવાઇજ ઉમર ફારૂક, અબ્દુલ ગની ભટ્ટ, બિલાલ લોન, હાશિમ કુરૈશી, શબ્બીર શાહ સામેલ,આ નેતાઓને સરકાર છેલ્લા ૧૦ વર્ષથી સુરક્ષા પૂરી પાડતી હતી
ન્યુ દિલ્હી,તા.૧૭
પુલવામામાં CRPFના જવાનો પર આતંકી હુમલા બાદ મોદી સરકારે હવે કાશ્મીરના અલગાવવાદી નેતાઓને સપાટામાં લેવાનુ શરુ કર્યુ છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ જમ્મુ કાશ્મીર પ્રશાસને અલગાવવાદી નેતાઓ મીરવાઈઝ ઉમર ફારુક, અબ્દુલ ગની બટ્ટ, બિલાલ લોન, હાશીમ કુરેશી, શબ્બીરશાહની સરકારી સુરક્ષા પાછી ખેચવાનો નિર્ણય લેવાયો છે. તેમને મળતી તમામ સરકારી સુવિધાઓ છીનવી લેવાનુ પણ નક્કી કરાયુ છે. મીરવાઈઝ ફારૂક હુરિયત કોન્ફરન્સના ચેરમેન છે.
ભારતના લોકોના ટેક્સના પૈસા સુવિધાઓ મેળવીને ભારતને જ ગાળો આપતા આ અલગાવવાદી નેતાઓ પર લેવાયેલા નિર્ણયનો આજે સાંજથી જ અમલ થઈ જશે. જાકે આ લિસ્ટમાં પાકિસ્તાન તરફી સૈયદ અલી શાહ ગિલાનીનુ નામ નથી.આંતકવાદીઓનુ સમર્થન કરનારા નેતાઓને હવે સરકારી આદેશના પગલે સરકાર કોઈ પણ પ્રકારની સુરક્ષા પુરી નહી પાડે.લગભગ ૧૦ વર્ષથી તેમને સરકાર સુરક્ષા આપી રહી હતી.જ્યારે આ નેતાઓ આતંકવાદીઓના નિશાના પર હોવાનુ કહેવાતુ હતુ.
સરકારના આદેશ બાદ તેમને સરકાર તરફથી મળેલી કાર પણ લઈ લેવાશે.પોલીસ હજી પણ બીજા કોઈ અલગાવવાદી નેતાઓને સુરક્ષા મળી છે કે કેમ તે ચકાસી રહી છે. જા બીજા કોઈ નેતાને પણ સુરક્ષા મળી હોવાનુ બહાર આવશે તો તેની સુવિધાઓ અને સુરક્ષા કવચ પણ પાછુ લેવાશે. આખા દેશમાં ૪૦ જવાનોની શહીદી બાદ અલગાવવાદી નેતાઓ પાઠ ભણાવવાની માગ ઉઠી હતી. જે પછી ગૃહમંત્રી રાજનાથસિંહે આ વાતના સંકેત પહેલા જ આપી દીધા હતા.
નોંધનીય છે કે, પુલવામામાં ૪૪ જવાનો શહીદ થયા પછી સમગ્ર દેશમાં ભાગલાવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચવાની માંગણી કરવામાં આવી હતી. ભારત સરકાર આ ભાગલાવાદી નેતાઓની સુરક્ષા અને સુવિધામાં વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.
ઉલ્લેખનીય છે કે, પુલવામામાં ગુરવારે સીઆરપીએફની ટુકડી પર કરવામાં આવેલા ફિદાયીન હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા. આ હુમલાને લઈને દેશભરમાં દુઃખ અને આક્રોશનો માહોલ છે. સમગ્ર દેશમાં એવી જ માંગ થઈ રહી છે કે જવાનોની શહાદતનો બદલો લેવામાં આવે. મોદી સરકાર તેના માટે એક્શનમાં પણ જાવા મળી રહી છે. આ સંબંધમાં શનિવારે સર્વપક્ષીય બેઠક બાદ ગૃહમંત્રી રાજનાથસિંહના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક થઇ હતી.
સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (NSA) અજીત ડોભાલ, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) ચીફ અનિલ ધસ્માના અને ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB)ના એડિશનલ ડાયરેક્ટર, ગૃહ સચિવ, ઉમર અબ્દુલ્લા સહિત અને મોટા અધિકારી આ મીટિંગમાં હાજર રહ્યા. સૂત્રોનું માનીઅ તો આ મીટિંગમાં પુલવામા હુમલાનો બદલો લેવા અને પાકિસ્તાન વિરુદ્ધ કડક પગલા ઉઠાવવાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા.
૧૦ વર્ષમાં હુર્રિયતના નેતાઓની સુરક્ષા પર કુલ ૧૦.૮૬ કરોડ રૂપિયા ખર્ચ થયા, ઘણા નેતાઓને ૫ સિક્્યોરિટી ગાર્ડ અને ૪ પર્સનલ સિક્યોરિટી ઓફિસર મળ્યા હતાં. મહેબૂબાએ જણાવ્યું કે, હુર્રિયત નેતા ઉમર ફારૂખ પર ૨૦૧૫માં ૩૪ લાખ રૂપિયા, ૨૦૧૬માં ૩૬ લાખ રૂપિયા અને ૨૦૧૭માં ૩૭ લાખ રૂપિયા ખર્ચ થયા.
૨૦૧૫થી ૨૦૧૭ સુધી પ્રોફેસર અબ્દુલ ગની બટ પર સિક્ટોરિટી અને ટ્રાંસપોર્ટેશન પર લગભગ ૨.૧૫ કરોડ રૂપિયા ખર્ચ થયા. જ્યારે આ જ ત્રણ વર્ષો માટે આગા સૈયદ હસન મૌલવી, મૌલવી અબ્બાસ અન્સારી અને બિલાલ ગની લોન પર પણ એક-એક કરોડ રૂપિયા ખર્ચ થયા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY