માતૃભૂમિ વિરુદ્ધ ઝેર ઓકવા કોઈ પાક.ને આમંત્રણ ન આપેઃ પરેશ રાવલ

0
4

મુંબઈ,તા.૧૮
બોલીવૂડ અભિનેતા પરેશ રાવલનો પુલવામા હુમલા મામલે ગુસ્સો ફૂટ્યો છે. અભિનેતાએ ભારતીય ચેનલોને અપીલ કરી હતી કે, તેઓ એમના શોમાં કોઇ પણ પાકિસ્તાની મહેમાનને ન બોલાવે. પરેશ રાવલે અપીલ કરી હતી કે, પાકિસ્તાની કે આતંકવાદીઓ પ્રત્યે સહાનૂભુતિ ધરાવતા કોઇ પણ ભારતીયને આપણી માતૃભૂમિ વિરુદ્ધ ઝેર ઓકવા માટે આમંત્રણ ન આપે.
પુલવામા હુમલા પર ગુસ્સો વ્યક્ત કરતા ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકના અભિનેતાએ એ પાકિસ્તાની લોકો પર પ્રતિબંધ લગાવવા જણાવ્યું હતું જે ભારતમાં ઝેર ફેલાવી રહ્યા છે. પરેશ રાવલે જણાવ્યું કે, એ પાગલ કૂતરાઓને આપણા ઘરોમાં પરવાનગી નથી, તેમને તેમની મોત મરવા દો.
પુલવામા આતંકી હુમલાના વિરોધમાં પરેશ રાવલ સિવાય બોલીવૂડના દિગ્ગજ અભિનેતાઓએ પોત-પોતાની રીતે આકરી પ્રતિક્રિયા આપી હતી. રવિવારે અમિતાભ બચ્ચને તેમની ફિલ્મનું શૂટિંગ રોકી હુમલા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સિવાય પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ, સુરેશ રૈના, હરભજન સિંહે પણ તેમની એડનું શૂટિંગ રદ કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY