ભારતમાં કામ કરવાનો મને પૂરો અધિકાર છેઃ ઝરીન ખાન

0
5

મુંબઈ,તા.૨૫
બોલીવુડ અભિનેત્રી ઝરીન ખાન એક ઈવેન્ટમાં પહોંચી હતી. જ્યાં તેને પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધને લઈને સવાલ કરવામાં આવ્યો. જેને શરૂઆતમાં અભિનેત્રીએ ટાળવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યાર બાદ અભિનેત્રી સામે જ મીડિયાના કેમેરા અને માઈક ના હટતા આખરે અભિનેત્રીએ જવાબ આપ્યો હતો.
ઝરીન ખાને કહ્યું હતું કે, તમે મને કેમ સવાલ કરો છો, હું તો એક ભારતીય છું અને મને પુરો અધિકાર છે કે હું અહીં કામ કરી શકુ. જે કંઈ પણ થયું તે દુખદ બાબત છે. વેલેન્ટાઈન ડે ભલે વિદેશી કલ્ચર છે, પણ ભારતમાં આપણે તેને પ્રેમના દિવસ તરીકે ઉજવીએ છીએ અને તે દિવસે જ પુલવામામાં હુમલો થયો. આ ખુબ જ દુખદ બાબત છે. આ મુદ્દાને વધારે સેંસલાઈઝ ના કરો, પણ જે મુદ્દો છે તેના પર જ વાત કરવામાં આવે.
ઝરીન ખાને આગળ ઉમેર્યું હતું કે, મુદ્દા પરથી ભટકીને પાકિસ્તાનીઓએ અહીં કામ કરવું જોઈએ કે કેમ તે મામલે હું કોઈ નિર્ણય ના લઈ શકું. આ મામલે મારો જે પણ વિચાર છે, તે કોઈ પણ પ્રકારે મેટર કરતો નથી. હું એ વાતને લઈને નિશ્ચિંત છું કે, આપણા દેશના વડાપ્રધાન તેનો જવાન આપવાની તૈયારી જરૂર કરી રહ્યાં છે. તમે જે સવાલ મને કર્યો છે, તેનો જવાબ આપનારી હું કંઈ જ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY