સુરત, તા. ૫
આજે મળસ્કે એ.કે. રોડ ખાતે પાર્ક કરેલ આઈશર ટ્રકમાં અચાનક શોર્ટસર્કિટથી આગ લાગી હતી. આગના લીધે ટ્રકના આગળના બન્ને વ્હીલ સળગી ગયા હતા.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે મળસ્કે સાડા બાર વાગ્યાના સુમારે એ.કે. રોડ સંદેશ પ્રેસની જૂની ઓફિસ પાસે રસ્તાની વચ્ચે પાર્ક કરેલ આઈશર ટ્રકમાં આગ લાગી હતી. આગના લીધે ટ્રકના આગળના બન્ને વ્હીલ સળગી ગયા હતા. આગની જાણ થતા જ તાત્કાલિક ફાયર ટીમ ઘટના સ્થળે પહોîચી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ïન કર્યો હતો. પ્રાથમિક રીતેઆગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનો અનુમાન છે. ટ્રક માલિક કલ્પેશ સોલંકી હોવાની માહિતી ફાયર સ્ટાફે આપી હતી. આગથી કોઇપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ટ્રક ખાલી હતી અને રસ્તાની બાજુએ પાર્ક કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



