‘કાતરુ વેલીયિદાઇ’નાં નિર્માણમાં અભિનંદનના પિતાએ મણિરત્નમને મદદ કરી હતી

0
7

મુંબઈ,તા.૨૮
વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન હાલમાં પાકિસ્તાનની કેદમાં છે. તેમના પરિવારે વડા પ્રધાન મોદીને આ અંગે જરૂરી પગલાં ભરવાની અપીલ કરી છે. અભિનંદનના પિતા એસ.વર્ધમાન વાયુસેનામાં ફાઇટર પાઈલટ રહી ચૂક્્યા છે. તેણે મણિરત્નમની ફિલ્મ ‘કાતરુ વેલીયિદાઇ’નાં નિર્માણમાં પણ મદદ કરી હતી. આ ફિલ્મની કહાણી પણ વાયુસેનાના એક પાઈલટની પાકિસ્તાનમાં ધરપકડ પર આધારિત છે.
પુંચ અને રાજારીમાં ત્રણ પાકિસ્તાની લડાકુ વિમાનો ઘૂસ્યાં ત્યારે ભારતે પણ જવાબી કાર્યવાહી કરી હતી. વાયુસેનાએ ઘૂસણખોરીનો જવાબ આપવા બે મિગ -૨૧ અને ત્રણ સુખોઇ-૩૦ મોકલ્યાં હતાં. મિગના પાઇલટે એક પાકિસ્તાની એફ-૧૬ ઉડાવી દીધું. આ દરમિયાન આપણું એક મિગ ક્રેશ થયું અને પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની કેદમાં છે.
અભિનંદનની પત્ની તન્વી મારવાહ સ્ક્વોડ્રન લીડરના પદથી રિટાયર થઇ ચૂકી છે. પિતા એસ.વર્ધમાન ચેન્નઇમાં રહે છે. અત્યારે કોઇ પણ વ્યક્તિને તેમને મળવા દેવાતા નથી. તેમણે ખુદ પણ ફોન પર વાત કરવાનો ઇન્કાર કર્યો છે. ઘરની બહાર હાજર કુંદન નાથન નામના એક સંબંધીએ અભિનંદનની સકુશળ મુક્તિની પ્રાર્થના કરી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY