મુંબઈ,તા.૨૮
સફળ ફિલ્મ સર્જક ઝોયા અખ્તર હવે ડિજિટલ પ્લેટફોર્મ પર હાથ અજમાવી રહી હોવાની જાણકારી મળી હતી. એણે પોતાની ભાગીદાર અને અન્ય મહિલા ફિલ્મ સર્જક રીમા કાગતી સાથે બનાવેલી વેબ સિરિઝ મેડ ઇન હેવન રજૂ થવાની તૈયારીમાં હતી.
અગાઉ દિલ ધડકને દો અને ગલી બાય જેવી હિટ ફિલ્મો આપી ચૂકેલી ઝોયાએ પોતાના બેનર ટાઇગર બેબી હેઠળ મેડ ઇન હેવન વેબ સિરિજ બનાવી હોવાની માહિતી મળી હતી.
આ વેબ સિરિઝ વિશે માહિતી આપતાં ઝોયાએ કહ્યું કે આ એવી સિરિઝ છે જેમાં એક કરતાં વધુ ડાયરેક્ટર્સ કથાને પોતપોતાની રીતે રજૂ કરવાના છે. દર્શકો ગમે તે એપિસોડથી આ શો માણી શકશે. કથાનું સાતત્ય જાખમાશે નહીં. દરેક ડાયરેક્ટર પોતાની રીતે આ કથાને આગળ વધારશે.
ઝોયા અને રીમા ઉપરાંત આ વેબ સિરિઝ સાથે નિત્યા મહેરા, લીપસ્ટિક અન્ડર માય બૂરખા ફેમ અલંકૃતા શ્રીવાસ્તવ અને પ્રશાંત નાયર જેવા ડાયરેક્ટર્સ આ શો સાથે જાડાયેલાં છે એમ પણ જાણવા મળ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



