દિલ્હીમાં ઠંડીએ તોડ્યો આઠ વર્ષનો રેકોર્ડઃ હજુ બે દિવસ ઠંડી યથાવત્‌ રહેશે

0
22

ન્યુ દિલ્હી,તા.૨૮
આ વખતે ઠંડી પોતાના અંતિમ તબક્કામાં પણ અવનવા રંગ બતાવી રહી છે. ફેબ્રુઆરી માસનો આજે છેલ્લો દિવસ હતો. પરંતુ હજુ પણ ઠંડીથી થતો ધ્રુજારો યથાવત જ રહેવા પામ્યો છે. આજે સવારે પણ લોકોને ઠંડીનો અનુભવ થયો હતો. પહાડો પર થયેલા બરફ વરસાદને પગલે દિલ્હી-એનસીઆર સહિત આખા ઉત્તર ભારતમાં હવામાનના મિજાજમાં ફેરફાર આવ્યો છે જ્યારે હવે માર્ચની શરૂઆતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. દરમિયાન ગઈકાલનો બુધવાર છેલ્લા આઠ વર્ષનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.
હવામાન વિભાગ અનુસાર આવનારા બે દિવસ સુધી ઠંડી યથાવત રહી શકે છે. ત્યારબાદ શનિવાર અને રવિવારે વરસાદ બાદ ફરી હવામાન કરવટ બદલશે. બુધવારે દિલ્હીનું મહત્તમ તાપમાન ૨૦ ડિગ્રી રહ્યુ હતું જે સામાન્યથી છ ડિગ્રી ઓછું જ્યારે ન્યુનત્તમ તાપમાન માત્ર ૯.૨ ડિગ્રી નોંધાયું છે જે સામાન્યથી ત્રણ ડિગ્રી ઓછું છે. સવારના સમયે તો હાડ થિજાવતી ઠંડી અનુભવાઈ હતી. ૨૪ કલાક દરમિયાન ૦.૨ વરસાદ પણ પડયો હતો. હવામામાં ભેજનું સ્તર ૬૩થી ૯૫ ટકા સુધી રહ્યુ હતું. પાલમમાં ધીમી ધારે વરસાદ, લોદી રોડ, જોફરપુરમાં પણ વરસાદ પડયો હતો. ફેબ્રુઆરીમાં સામાન્ય વરસાદ ૧૫.૯ મીમી છે જ્યારે આ વખતે અત્યાર સુધીમાં ૨૩.૯ મીમી વરસાદ નોંધાઈ ચુકવ્યો છે.
દરમિયાન શુક્રવારથી ગરમીની સિઝન શરૂ થાય તેવી સંભાવના છે. જ્યારે બે અને ત્રણ માર્ચે ધીમો તથા મધ્યમ સ્તરનો વરસાદ પડશે. આ ઉપરાંત કરા પડવાની પણ સંભાવના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY