વિક્કી કૌશલે છોડેલી ફિલ્મ કરવા રણબીર કપૂર તલપાપડ

0
8

મુંબઈ,તા.૪
હાલમાં બોલિવૂડમાં બાયોપીક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ સંજાગોમાં છેલ્લા કેટલાક સમયથી ભારતના ખ્યાતનામ અવકાશ યાત્રી રાકેશ શર્માના જીવન પરથી બનનારી ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મના લીડ રોલ માટે પહેલી પસંદગી આમિર ખાન હતો. જાકે પોતાના કેટલાક પ્રોજેક્ટને કારણે તેણે આ ફિલ્મ છોડી દેતા આ રોલ માટે શાહરૂખ ખાનને પસંદ કરવામાં આવ્યો હતો. જાકે તેણે આ ફિલ્મ છોડી દેતા આ ફિલ્મ માટે વિક્કી કૌશલ અને રાજકુમાર રાવને ઓફર કરવામાં આવી હતી. જાકે ફાઇનલ માહિતી પ્રમાણે વિક્કી કૌશલે પણ આ ફિલ્મમાં રસ ન દેખાડતા આ રોલમાં એક્ટર રણબીર કપૂરને સાઇન કરવામાં આવ્યો છે અને તે આ ફિલ્મ કરવા માટે ઉત્સાહી છે. જાકે આ વાતને સત્તાવાર સમર્થન નથી મળ્યું.
ફિલ્મની મૂળ પસંદગી શાહરૂખે પણ આ ફિલ્મ છોડી દીધી છે કારણ કે તે પહેલાં ડોન ૩નું શૂટિંગ કરવા માગે છે. થોડા સમય પહેલાં જ સમાચાર આવ્યા હતા કે ‘સારે જહાં સે અચ્છા’માં શાહરૂખની હિરોઇન તરીકે ફાતિમા સના શેખને સાઇન કરવામાં આવે એવી શક્યતા છે. મેકર્સ ફાતિમાના પર્ફોમન્સથી બહુ ખુશ હતા અને આ કારણે તેને સાઇન કરવાની વિચારણા હતી. જોકે હવે શાહરૂખે આ ફિલ્મ છોડી દીધી છે એ પછી શું થશે એ નક્કી નથી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY