મુંબઈ,તા.૫
ભારતે પાકિસ્તાનનાં બાલકોટ પર કરેલી એર સ્ટ્રાઇકમાં કેટલા આતંકવાદીઓ માર્યા ગયા એ મુદ્દો હવે લગભગ રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે ત્યારે ભાજપનાં સાથી પક્ષ શિવ સેનાએ પણ તેમાં ઝંપલાવ્યુ અને કહ્યું કે, પાકિસ્તાનમાં થયેલી એર સ્ટ્રાઇકમાં કેટલા આતંકવાદીઓ મરી ગયા તે જાણવાનો ભારતનાં નાગરીકોને અધિકાર છે અને આ આંકડો જાહેર કરવાથની દેશનાં સેનાનાં જુસ્સામાં કોઇ ઘટાડો થતો નથી.
આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધતા શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યુ કે, એક સ્ટ્રાઇકનો મુદ્દો આગામી લોકસભા સૂધી ચગ્યા કરશે અને હવે પુલવામામાં આતંકવાદીઓએ આપણા જવાનો પર કરેલા હુમલાનો મુદ્દે બાજુ પર રહી ગયો છે.
“નાગરીકોને એ જાણવાનો અધિકાર છે કે, ભારતે કરેલી એર સ્ટ્રાઇકમાં કેટલા આંતકવાદીઓનો સફાયો થયો. આ આકંડો જાહેર કરવાથી દેશનાં સૈન્યના જુસ્સામાં ઘટાડો થતો નથી” શિવસેનાએ સામનામાં આ સવાલ ઉઠાવ્યો હતો.
ભારતીય વાયુસેનાએ ૨૬ ફેબ્રુઆરીનાં રોજ પાકિસ્તાનમાં આવેલા જૈસ-એ-મોહમંદ નામના આતંકી સંગઠનનાં ઠેકાણાઓ પર હુલમો કર્યો હતો.
ભાજપનાં નેતાઓએ એવા દાવા કર્યા છે કે, આ હુમલામાં ૨૫૦થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા પણ મોદી સરકાર એ મામલે કોઇ આધારભૂત આંકડાઓ જાહેર કર્યા નથી.
શિવસેનાએ નોંધ્યુ કે, પુલવામામાં ૩૦૦ કિલો આર.ડી.એક્સ કિયાંથી આવ્યુ ? એર સ્ટ્રાઇકમાં કેટલા આતંકીઓ માર્યા ગયા ? આ મુદ્દાઓ પર ચર્ચા થયા જ કરશે. આ પહેલા, મોંઘવારી, બેરોજગારી અને રાફેલ ડિલ જેવા મુદ્દાઓ ચર્ચામાં હતા”.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




