મુંબઈ,તા.૬
બોલિવૂડના સિનિયર સંગીતકાર બપ્પી લાહિરી ટૂંક સમયમાં હોલિવૂડની ફિલ્મમાં ગીત ગાશે એવી માહિતી ખુદ બપ્પીએ મિડિયાને આપી હતી.
વિદેશી તર્જાની ઊઠાંતરી કરીને હિન્દી ફિલ્મોમાં સંગીત પીરસી રહ્યાનો જેમને પર એક કરતાં વધુ વખત આક્ષેપ થયો છે એેવા બપ્પીએ કહ્યું હતું કે હું એપ્રિલમાં હોલિવૂડમાં જવાનો છું. મને માર્વેલ જેવા પ્રતિષ્ઠિત બેનરની એક સુપરહીરો ફિલ્મમાં ગીત ગાવાની તક મળી છે.
અગાઉ ગાર્ડિયન આૅફ ગેલેક્સી ટુમાં બપ્પીનું ઝૂમ ઝૂમ ઝૂમ બાબા ગીત લેવામાં આવ્યુ હતું અને આ ગીત હોલિવૂડની એ ફિલ્મમાં હિટ નીવડયું હતું.
લેટેસ્ટ માહિતી મુજબ આ ગીત હિટ નીવડયા પછી બપ્પીનું નામ હોલિવૂડમાં પણ જાણીતું થયું હતું. બપ્પીના કહેવા મુજબ હવે માર્વેલ તરફથી એમને એક ગીત ગાવાની આૅફર મળી હતી. અત્યારે માર્વેલ સાથે વાતચીત ચાલી રહી હતી.
માર્વેલની એવેન્જર્સ એન્ડગેમમાં બપ્પી ગાવાના હોય એવી શક્યતા છે. જો કે આ સમાચારને હજુ અધિકૃત સમર્થન સાંપડયું નથી. અત્યાર અગાઉ સંગીતકાર એ આર રહેમાન હોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવી શક્્યા હતા. હવે બપ્પી લાહિરી પણ એ તરફ જઇ રહ્યા જણાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



