‘ગેમ ઓફ થ્રોન્સ’નું ટ્રેલર રીલિઝ

0
4

મુંબઈ,તા.૬
‘ગેમ ઓફ થ્રોન્સ’ના ફેન્સ માટે સારા સમાચાર છે. તેઓ લાંબા સમયથી જે વસ્તુની રાહ જોઇ રહ્યાં હતાં તે હવે સામે આવી ગઇ છે. આ વેબ સીરિઝનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર ‘ગેમ ઓફ થ્રોન્સ’ના ફેન્સને ખુશ કરશે.
ટ્રેલર જબરદસ્ક થ્રિલથી ભરપૂર છે. એક-એક કરીને આના પાત્રો સામે આવે છે ત્યારે તમારા મગજમાં પાછલી આખી સિઝન લાઇવ થઇ જાય છે. ટ્રેલરમાં જણાવવામાં આવ્યું છે કે, આ સીરિઝની શરૂઆત ૧૪ એપ્રિલથી થશે. આની શૂટિંગ દરમિયાન ખૂબ સાવચેતી રાખવામાં આવી હતી, જેથી કોઇ માહિતી લીક ન થઇ જાય. સાથે જ ફિનાલે એપિસોડમાં અમુક જ ક્રૂ મેમ્બર્સને જવાની પરવાનગી હતી. કેટલાક સીન્સ તો બંધ જગ્યાએ શૂટ કરવામાં આવ્યા હતા.
ગેમ ઓફ થ્રોન્સના ડાયરેક્ટર ડેવિડ નટરે કહ્યું કે, ફેન્સ આ ફિનાલે સિઝનથી નિરાશ નહીં થાય. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ એપિસોડ્‌સમાં ઘણી નવી વસ્તુઓ હશે. આ સિઝનમાં સૌથી ફની, સૌથી ઇમોશનલ સી હશે, જે મેં શૂટ કર્યા છે. એક સીનમાં બધા મોટા કેરેક્ટર્સ છે, જેને જોઇને એવું લાગશે કે તમે એક સુપરહીરો ફિલ્મ જોઇ રહ્યાં છો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY