પ્રેમપ્રકરણમાં પત્નીએ મિત્ર સાથે મળી પતિની હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી

0
6

રાજુલા,તા.૨૬
રાજુલાના કુંડલીયાળા અને રીંગણીયાળા ગામમાં રહેતા ભોળાભાઇ ભરવાડ બે દિવસથી ગુમ હતા. આથી ભોળાભાઇના ભાઇએ ડુંગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતા સીમ વિસ્તારમાંથી ભોળાભાઇની દાટેલી લાશ બહાર કાઢી હતી અને તેની હત્યા થયાનું ખુલ્યું હતું.
પોલીસે ભોળાભાઇના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં ભોળાભાઇની પત્નીએ અને તેના મિત્રએ હત્યા કરી લાશ દાટી દીધાનું ખુલ્યું છે. ભોળાભાઇની પત્ની અને તેના મિત્ર વચ્ચે પ્રેમપ્રકરણ હોવાની ચર્ચા થઇ રહી છે. પ્રેમપ્રકરણને લઇને પત્નીએ મિત્ર સાથે મળી ભોળાભાઇની હત્યા કરી હોવાની પોલીસને શંકા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY