સલમાન-કેટરિના મનિષ મલ્હોત્રા માટે શો સ્ટોપર બનશે..!!

0
8

મુંબઈ,તા.૨૬
બોલીવુડમાં અમુક એવી જ જોડી છે જેમનો અભિનય લોકોને ખુબ જ પસંદ આવે છે. તેમાંથી એક એવી જોડી સલમાન ખાન અને કેટરીના કૈફની છે. પ્રશંસકો બન્નેને એક સાથે જોવા માટે હંમેશા ઉત્સુક રહેતા હોય છે. ગયા વર્ષે રિલીઝ થઈ ચુકેલ ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’ ની પછી બન્નેને ફરી થી એક સાથે જોવા મળશે.
અમે કોઈ ફિલ્મ કે પ્રોજેક્ટની વાત નથી કરી રહ્યા, પરંતુ તેઓ મનિષ મલ્હોત્રા માટે શો-સ્ટોપર બનવાના છે. બોલીવુડના ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ આ ખબરની જાણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉંટ પર કરી છે.
તેમને પોસ્ટ કરતા જણાવ્યું કે, કેટરીના રૈંપવોક કરશે અને ૧ ઓગષ્ટ તે ખુબ જ ખૂબસૂરત અને સ્ટનિંગ કેટરીના કૈફને ઈંડેપરસિયન કલેક્શન સાથે રૈંપ પર જોવા મળશે.
તેના પછી મનીષ મલ્હોત્રાએ વધુમાં જણાવ્યું કે, કેટરીના કૈફ રૈંપ પર સલમાન ખાનની સાથે નજર આવશે. આ ખબર પછી તેમના ફેંસ ખુબ ખુશ થઈ ગયા હતા. મનીષ મલ્હોત્રાએ પોસ્ટ શેર કરતા લખ્યુ કે, ‘મનીષ મલ્હોત્રાના લેબલને ૧૩ વર્ષ પૂરા થવાના સેલિબ્રેશનમાં સુપરસ્ટાર સલમાન ખાન ૧ ઓગષ્ટે કેટરીના સાથે ઈંડોપરસિયન ડ્રેસમાં નજર આવશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY