કૈરો,તા.૧૨
મિસ્રની એક અદાલતે ઇસાઇઓના ધાર્મિક સ્થળો પર શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલાઓના મામલે ૧૭ લોકોને મોતની સજા ફટકારી છે. ઉત્તર આફ્રિકામાં ઇસાઇઓના ગિરિજાધરો પર થયેલા આ આત્મઘાતી શ્રેણીબદ્ધ હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકોની મોત થઇ હતી. આ હુમલાઓની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી. આ મામલે માહિતી આપતા ન્યાય અને સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે ઇસાઇઓ પર થયેલા આત્મઘાતી હુમલામાં દોષી અન્ય ૧૯ લોકોને આજીવન કારાવાસ તથા દસને ૧૦થી ૧૫ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
૨૦૧૬ અને ૨૦૧૭માં મિસ્રના પાટનગર કૈરો, એલેક્ઝાન્દ્રયા તથા નાઇલ ડેલ્ટા શહેરમાં ઇસાઇઓને નિશાનો બનાવી ઇસ્લામિક સ્ટેટ દ્વારા આત્મઘાતી હુમલાઓ કરવામાં આવ્યા હતા. જેમાં સરકારી આંકડા મુજબ ૭૪ લોકોની મોત થઇ હતી. મિસ્રમાં સૌથી વધારે વસ્તી મુસ્લિમોની છે અને તેની કુલ જનસંખ્યાના માત્ર ૧૦ ટકા ઇસાઇઓ રેહે છે. આ હુમલાઓમાં મિસ્રમાં રહેતા ઇસાઇઓના ઉપાસના સ્થળો અને વસાહતોને વારંવાર નિશોનો બનાવવામાં આવ્યા હતા. જે પછી ઇજિપ્ત પ્રશાસને ત્યા કટોકટી લાદી હતી.
રાજધાની કૈરોમાં સેન્ટ પીટર અને સેન્ટ પોલ ગિરિજાધરો પર ૧૧ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ એક આત્મઘાતી હુમલામાં ૨૯ લોકોના મોત થયા હતા. જે પછી ટંટા અને એલેક્ઝાન્દ્રયામાં એપ્રિલમાં પામ સન્ડે ઉત્સવ પર આત્મઘાતી આંતકી હુમલામાં ૪૫ લોકો માર્યા ગયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





