અઢી લાખ સુધીનો બિઝનેસ કરનાર કંપનીએ પાનકાર્ડ મેળવવું જરૂરી

0
30

ન્યુ દિલ્હી,તા.૪
સરકારે ઈન્કમટેક્સ રૂલ્સ-૧૯૬૨માં મહત્વના સુધારા-વધારા કર્યા છે અને કેટલીક નવી જાગવાઈઓ સામેલ કરી છે. પાનકાર્ડના રૂલ્સમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે અને નવા રૂલ્સ મુજબ હવે દેશમાં રૂ.૨.૫૦ લાખ સુધીનો બિઝનેસ કરનાર બિઝનેસ ગ્રુપ કે કંપનીએ પાનકાર્ડ લેવું ફરજિયાત બની ગયું છે.
એ જ રીતે પાનકાર્ડધારકને જા સિંગલ મધર હોય તો તેના માટે ફાધરનું નામ પાનકાર્ડ એપ્લીકેશન ફોર્મમાં સામેલ કરવું જરૂરી નથી અને તેને મધરનું નામ લખવાની રાહત આપવામાં આવી છે. આવતીકાલથી જ પાનકાર્ડના આ નવા રૂલ અમલમાં આવી રહ્યા છે. વ્યાપક કરચોરી રોકવા માટે અને પાનકાર્ડના અરજદારોને વધુ સુવિધા અને રાહત પહોંચાડવાના હેતુથી આ સુધારા કરવામાં આવ્યા છે. ૧૯મી નવેમ્બરે નાણામંત્રાલય દ્વારા આ અંગેનું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું જેમાં એવો ઉલ્લેખ છે કે ઈન્કમટેક્સ રૂલ્સ ૧૯૬૨ના નવા સુધારા ૫મી ડિસેમ્બરથી લાગુ થશે એટલે કે આવતીકાલથી લાગુ થઈ રહ્યા છે.
દેશમાં રૂ.૨.૫૦ લાખ સુધીનો બિઝનેસ કરનાર બિઝનેસ ગ્રુપ કે કંપનીઓએ ૩૧મી મે સુધીમાં પાનકાર્ડ મેળવી લેવાનું રહેશે અને આ ફરજિયાત છે. એ જ રીતે નાણાકીય વ્યવહાર કરનાર દરેક બિઝનેસ ગ્રુપ કે કંપનીએ પાંચમી ડિસેમ્બરથી પાનકાર્ડ મેળવવાની શરૂઆત કરી દેવી પડશે. વ્યાપક કરચોરી રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે અને આ નવા નિયમથી કરની જાળ વિસ્તરી જશે અને વધુ મહેસૂલી આવક થવાનો નાણા મંત્રાલયનો અંદાજ છે. આ રૂલ આમ તો વ્યિક્તગત કરદાતાને પણ લાગુ પડી શકે છે પરંતુ વ્યિક્તગત કરદાતા કોઈ કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર હોય કે ડાયરેક્ટર કે પાર્ટનર, ટ્રસ્ટી કે પછી સીઈઓ હોય તો જ તેને લાગુ પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY