બીજેડીના સાંસદ લાડૂ કિશોર સ્વેનનું ૭૧ વર્ષની વયે નિધન

0
15

આૅડિશાના અસ્કા લોકસભા ક્ષેત્રના સાંસદ હતા તેઓ કિડનીની બિમારીથી પીડિત હતા
ન્યુ દિલ્હી,તા.૬
બીજુ જનતા દળના વરિષ્ઠ નેતા અને સાંસદ લાડૂ કિશોર સ્વેનનું ૭૧ વર્ષે નિધન થઇ ગયું છે. લાડૂ કિશોર ભૂવનેશ્વરમાં મંગળવારે મોડી રાત્રે અપોલો હસ્પિટલમાં દાખલ કરાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમને કિડનીની બિમારી હતી. તેઓ ઓડિશાના અસ્કા લોકસભા ક્ષેત્રના સાંસદ હતા.
તેઓ ઓડિશામાં સૌથી વધુ માર્જિન સાથે ચૂંટણી જીત્યા હતા. તેમણે ૨૦૧૪માં ઓડિશાના અસ્કામાં લગભગ ૩.૩ લાખ મતોથી વિજય મેળવ્યો હતો. સ્વેન એક શાળાના હેડમાસ્ટર હતા પરંતુ બાદમાં તેમણે નોકરી છોડીને સંરપંચ બની ગયા હતા. ત્યારબાદ તેઓ ગુંજમ જિલ્લાના જિલ્લા પરિષદના પ્રમુખ બન્યા હતા. સ્વેન પૂર્વ મુખ્ય મંત્રી બીજુ પટનાયકના અત્યંત નજીકના વ્યક્તિ હતા.
તેઓ બુધવારે સંસદમાં આવવાના હતા. વડા પ્રધાન મોદીએ તેમના પુત્ર સાથે વાત કરીને સહાનુભૂતિ આપી હતી.ઓરિસ્સાના સીએમ નવીન પટનાયક અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ સ્વેનના મોત અંગે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેઓ તેમની પાછળ તેમની પત્ની અને તેમના બે પુત્રોને મુકી ગયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY