જંગ એ ગુજરાત ના પ્રયાસ આખરે સફળ રહ્યા

0
339

નાંદોદ તાલુકાના વાઘેથા અને ઓરી ગામ નજીકથી મળેલ બાળકીનું પરિવાર સાથે મિલન

રાજપીપળા: શનિવારે રાત્રે પોલીસ ને મળેલી એક દોઢેક વર્ષ ની બાળકી નું આજે જંગ એ ગુજરાત ના સફળ પ્રયાસ બાદ મિલન થયું હતું

રાજપીપળા પોલીસ ને શનિવારે રાત્રે ઓરી ગામ નજીક થી મળેલી એક નાની માસુમ બાળકી કોની છે એ માટે પોલીસ સતત મથામણ કરી રહી હતી ત્યારે જંગ એ ગુજરાત ના પ્રતિનિધિએ આ બાબતે આ બાળકીની તસવીર સાથે એક સમાચાર બનાવી તમામ સોસીયલ મીડિયાના ગ્રુપો માં મુકતા આખરે આજે રવિવારે બાળકીને એનો પરિવાર મળી જતા ખુશી જોવા મળી હતી

જોકે પોલીસે આ માટે નર્મદા જિલ્લા બાળ સુરક્ષા કચેરી ને પણ જાણ કરી હતી ત્યારે બાળ સુરક્ષા કચેરીના ભાવનાબેન કટારીયા અને વર્ષાબેન મેકવાને પણ આ માટે પ્રયાસ કરતા આખરે આ બાળકી નાંદોદ ના ધમણાચા ગામની મૌલિકા સુરેશ વસાવા હોવાની પોલીસ ને જાણ થતા તમામ પ્રયાસો બાદ બાળકીનું પરિવાર સાથે મિલાન થયું હતું અને એના પિતા પોલીસ મથકે આવી જરૂરી દસ્તાવેજો બતાવ્યા બાદ મૌલિકા ને પિતા ને સોંપાતા રાહત થઈ હતી

ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY