શાંતિપૂર્ણ માહોલમાં નીકળનારા જુલુસ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા અગમચેતીના પગલા
સુરત, તા. ૨૦
ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મોહંમદ મુસ્તુફા સાહેબના જન્મદિવસ નિમિત્તે આવતીકાલે શહેરના રાજમાર્ગ પરથી ભવ્ય જુલુસ નીકળવાનો છે તે માટે શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
સુરત શહેર સિરતુન્ïનબી કમિટી પરંપરાગત રીતે દર વર્ષે મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢે છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી નાના-નાના જુલુસો ડીકેએમ હોસ્પિટલ ખાતે ભેગા થઇ ત્યાં મુલ્લાજી દેવળી થઈ રાજમાર્ગ પર ટાવર ખાતેથી પ્રવેશે છે. ચોકબજાર સાગર હોટલની બડેખા ચકલા થઇ ખ્વાજાદાના સાહેબનીદરગાહ સુધી જુલુસ પૂરં થાય છે. જુલુસના રૂટï ઉપર ઠેર-ઠેર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. શહેર પોલીસ કમિશનર દ્વારા સલાબતપુરા, મહિધરપુરા, ચોકબજાર, લાલગેટ, અઠવા પોલીસ મથક વિસ્તારમાંથી પસાર થતા જુલુસ માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવતીકાલે સાંજે ૪ વાગે જુલુસ રાજમાર્ગ પરથી પસાર થશે જેï રાત્રે ૮ વાગે પૂર્ણ થશે તેવી ગણતરીસાથે પોલીસ બંદોબસ્ત ફાળવાયો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



