સાગબારા પોલીસે ધનસેરા ચેકપોસ્ટ પરથી એસટી બસમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો

0
270

31ડિસેમ્બરના ચેકિંગમાં ફરતી પોલીસને સુરતના વરાછા રોડ પર રહેતા વ્યક્તિ પાસે બેગોમાં ભરેલો દારૂ મળી આવ્યો 

રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા એ 31 ડિસેમ્બરને લઈને જિલ્લામાં કડક ચેકીંગ હાથ ધરવા સૂચના આપી હોય દરેક પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ચેકીંગ ચાલતું હતું ત્યાં ગતરોજ સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પર સાગબારા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બબલુભાઇ પ્રતાપભાઇ કેવટ રહે.સાંઇનાથ સોસાયટી રૂમ નં.૧૮ ,વરાછા રોડ સુરત મુળ રહે.કોથરા ગામ,થાણા-ચાંદા ડીસ્ટીક-સુલતાનપુર (યુ.પી) નાઓને મહારાષ્ટ્ર રાજયની સરકારી બસ નં.MH-20-BL-3173 માં કાળા કલરની  છ બેગોમાં વિદેશી દારૂ ના ક્વાટરીયા નંગ-૫૭૦ કિ.રૂા.૨૮,૫૦૦/-નો પ્રોહી.મુદામાલની હેરા ફેરી કરતા પોલીસે નાકાબંધી દરમ્યાન તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂા.૫૦૦/-મળી કુલ કિ.રૂા.૨૯,૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કર્યવાહી હાથ ધરી હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY