રાજપીપળા નગરપાલિકાના વાલ્મિકી સફાઈ કામદારોએ કર્યો અનોખો વિરોધ,ચોથા દિવસે પણ હડતાલ યથાવત

0
243

મહિલા કામદારોએ છાજીયા લીધા જયારે પુરુષ કામદારોએ શર્ટ ઉતારી કર્યો સરકારનો વિરોધ 

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા સહીત સમગ્ર ગુજરાત માં વાલ્મિકી સફાઈ કામદારોએ 5મી માર્ચથી હડતાલનું રણસીંગુ ફૂંકી સરકાર સામે પોતાની પડતર માંગણીઓ અને કાયમી કરવા મુદે ચૂંટણી પેહલા બાંયો ચઢાવી છે. જેમાં ઠેર ઠેર વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે.અને અચોક્કસ મુદતની હડતાલ પાડવા છતાં સરકાર દ્વારા કોઈ મચક નહીં આપતા વાલ્મિકી સમાજ દ્વારા જ્યાં સુધી તેમની માંગણીઓ નહિ સ્વીકારાય ત્યાં સુધી હળતાલ યથાવત રાખવાના નિર્ણય સાથે રાજપીપળા સેવા સદન પરિસરમાં સરકાર વિરુદ્ધ હુરિયો અને હાય હાય બોલાવી વાલ્મિકી પુરુષો એ અર્ધનગ્ન થઇ જાહેરમાં પ્રદર્શન કર્યું જ્યારે મહિલાઓએ છાજીયા ફૂટી વિરોધ પ્રદર્શન કર્યો હતો. જોકે આ બાબતે ગઈકાલે પાલિકા સતાધીશોએ સફાઈ કામદારોને સમજાવવાની ોશિશ કરી હતી છતાં હડતાલ યાથવત રહી હતી જેમાં આજે સફાઈ કામદારોના વિરોધ પ્રદર્શન થી સદન ગુંજી ઉઠ્યું હતું.

રાજપીપળા નગરપાલિકા પાસે 140 સફાઈ કામદારોછે જે એક સાથે હડતાલ પર ઉતરી જતા આજે 4 દિવસથી સફાઈ થઈ નથી. રાજપીપળા શહેરમાં ગંદકીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે જેમાં સરકાર સામે પ્રજાનો પણ વિરોધ વધી રહ્યો છે.

35000ની વસ્તી સામે માત્ર 25 કામદારો કાયમી,80 માણસો હંગામી છે: મુંતઝીરખાન શેખ,વિપક્ષ નેતા રાજપીપળા નગર પાલિકા

રાજપીપળા નગર પાલિકા વિપક્ષ નેતા મુનતેઝીર ખાન શેખે જણાવ્યું હતું કે રાજપીપળા પાલિકામાં 1996 પછી કોઈ ભરતી થઈ નથી.શહેરની 35000 ની વસ્તી સામે માત્ર 25 કામદારો કાયમી અને 80 જેવા માણસો હંગામી ધોરણે કામ કરે છે.જો એમાંથી કોઈ અવસાન પામે તો રહેમરાહે હંગામી ધોરણે નોકરી પર રખાય છે પણ કોઈને કાયમી કરાતા નથી.એમની નોકરી દરમિયાન જો સફાઈ કર્મીઓને કશું પણ થાય તો સરકાર કે નગરપાલિકા પાસે મદદની કોઈ જોગવાઈ નથી.એમની લડાઈમાં વિપક્ષના તમામ સભ્યો એમની સાથે છે.ત્યારે હવે સરકાર હવે શું નિર્ણય લે છે અને શહેરમાં ક્યાં સુધી ગંદકી રહેશે એ જોવું રહ્યું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY