લોકસભા ચૂંટણીમાં નર્મદા જિલ્લાના 314 ગામના લોકોનો ચૂંટણી બહિષ્કાર થતા તંત્ર હરકતમાં

0
83

લોકસભા ચૂંટણીના દિવસેજ 314 ગામોના આગેવાનો કલેકટર કચેરી બહાર ધરણા પર બેસી વિરોધ કરતા ભારે હંગામો 

છેલ્લા છ મહિનાથી વારંવાર રજુઆત કરવા છતાં આ તમામ ગામોને પોતાને સ્વતંત્ર ગ્રામપંચાય ન અપાતા બહિષ્કાર

રાજપીપળા : નર્મદા જિલ્લામાં લોકસભાની ચૂંટણીના દિવસેજ કેટલાક ગામોના લોકોએ પોતાની માંગ ન સ્વીકારનાર સરકાર સામે બાંયો ચઢાવી હતી જેમાં ચૂંટણી બહિારનું શસ્ત્ર ઉગામતા તંત્ર હરકતમાં આવ્યું હતું સાથે રાજપીપળા કલેક્ટર કચેરી બહાર 314 જેવા ગામના આગેવાનો ધરણા પર બેસી જતા તંત્રની સાથે સરકારમાં પણ ભારે ચહલ પહલ થઈ હતી .

છેલ્લા છ મહિના થી નર્મદા જિલ્લાના 314 ગામના લોકો અલગ ગ્રામપંચાયતનો દરજ્જો મેળવવા રજુઆત કરા આવ્યા હતા છં આ ગામોના આગેવાનોની વાત ઉપર સરકારે કોઈ ધ્યાન ન આપતા લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરી આ તમામ ગામોના આગેવાનો રાજપીપળા કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી સુત્રોચાર કરતા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ હતી .

આ બાબતે આમુ સંઘટન નર્મદાના પ્રમુખ મહેશભાઈ એસ વસાવા એ સરકાર પર રોષ ઠાલવતા જણાવ્યું કે ભારતના બંધારણમાં કોઈ જગ્યા એ ગ્રુપ ગ્રામ પંચાયની જોગવાઈ નથી છતાં સરકાર અન્યાય કરી રહી છે વાત કરીએ નાંદોદ તાલુકાના માંગુ ગામની તો ત્યાં માત્ર 200 લોકોની વસ્તી હશે તેને અલગ ગ્રામપંચાયતનો દરજ્જો અપાયો છે તેમજ નજીકમાં જ અડધો કિમિના અંતરે આવેલા ગમોડને પણ આ લાભ મળ્યો છે જયારે અન્ય ગામોને બે કિમિ ના અંતર માં અલગ ગ્રામપંચાયત ન મળે તેવો કાયદો સરકાર બતાવી અન્યાય કેમ કરે છે…? ખોટા કાયદા બતાવી સરકાર ભારતના બંધારણ અને પંચાયત ધારાનું અપમાન કરી ગુજરાત સરકાર ખોટા પરિપત્ર બનાવી અલગ ગ્રામપંચાયત આપતા નથી માટે આજે લોકસભા ચૂંટણીના દિવસેજ નર્મદા જિલ્લાના 314 ગામોના આગેવાનો કલેક્ટર કચેરી બહાર ધરણા સાથે વિરોધ કરી આજની આ ચૂંટણીનો અમે બહિષ્કાર કર્યો છે સાથે આ તમામ ગામોમાં અન્ય ગ્રામજનો પણ બહિષ્કારમાં જોડાયા છે કોઈએ મતદાન કર્યું નથી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY