રાજપીપળા : 31 ઓક્ટોબર ના રોજ જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ બાદ માં હજારો ની સંખ્યા માં પ્રવાસીઓ આવશે,સીટીના લોકાર્પણ બાદ પ્રતિદિન 15,000 પ્રવાસીઓ મુલાકાતે આવશે અત્યાસુધી કેવડીયામાં સામાન્ય પ્રવાસીઓના રોકાણ માટે કોઈ વ્યવસ્થા ન હતી.જેથી તાત્કાલીક ધોરણે નર્મદા ડેમનાં તળાવ નં – 3 અને 4 ના કિનારે કાયમી ટેન્ટ સીટી નર્મદા ઉભી કરાઈ છે જેમાં કુલ મળીને 250 ટેન્ટ ઉભા કરાયા છે તો જ્યા આરામ થી લઈને ખાસ સુધી તમામને ધ્યાને લઈને ટેન્ટ બનાવી દેવાયા છે અને ખાસ આ ટેન્ટ કાયમી હશે અને તેના માટે 100 વર્ષ જૂની કંપની અને રણોત્સવ માં ટેન્ટની સેવા આપતી કંપનીને કામ સોંપાયું છે. તો પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીઓ માટે ખાસ રજવાડી ટેન્ટ કે જે આધુનિક સુવિધા થી સજ્જ હશે તેવા ટેન્ટ પણ નિર્માણ કરાશે.આવનારા દિવસોમાં વિશ્વફલક પર નર્મદા જિલ્લા નું નામ થશે એમ લાગી રહ્યું છે.
શું ટેન્ટ માં સુવિધા હશે। …..

* પ્રતિદિન 15000 પ્રવાસીઓને આવકારવા કેવડિયા સજ્જ.
* ટેન્ટ સીટી ઉભી કરાઈ.
* એસી ટેન્ટ પણ બનાવમાં આવી રહ્યા છે
*ડીલક્ષ સુપર ડીલક્ષ ટેન્ટ ઉભા થશે
* આમ લોકો અને ખાસ લોકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી રહી છે
* જ્યાં જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે
* પ્રવાસીઓ 3 દિવસ સતત રોકાય તેટલા આકર્ષણો ઉભા કરાયા
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




