નર્મદા નિગમના કર્મચારીઓને લેવા જતી ગાડી સળગી જતા મોટી દુર્ઘટના ટળી
નર્મદા નિગમ, જીસેક, ભેલ, સહીતની ખાનગી કંપનીમાં ફરતી તમામ કાર, જીપ, મેટાડોર, મીની બસનું ચેકીંગ અને પાર્સીંગ ચેક કરવું જરૂરી પરંતુ તંત્ર ની આળસ ક્યારેક જાનલેવા સાબિત થઈ શકે
રાજપીપળા : કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના રોડ પર અચાનક જ એક જીપ સળગી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી, આ ગાડી નર્મદા નિગમમાં ચાલતી એક ખાનગી કોન્ટ્રાક્ટરની છે. નર્મદા નિગમ અને અન્ય ખાનગી કોન્ટ્રાકટ કંપનીમાં દોડતી ગાડીઓ એકદમ ભંગાર જેવી હાલતમાં હોય છે છતાં પણ અધિકારીઓના મેળાપી પણાથી ગાડીઓ દોડે છે આજે બનેલી આ ઘટનામાં ગાડીઓનો ચાલક બચી ગયો જો કર્મચારીઓ હોત અને જાનહાની થઇ હોત તો કોણ જવાબદાર…? નર્મદા નિગમ આવી ગાડીઓની તપાસ કરે એ જરૂરી બન્યું છે.
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાનો બેંક તરફનો રસ્તો છે, ત્યાં ગઈકાલે બપોરના ગાળા દરમિયાન એક ગાડી અચાનક સળગી ઉઠી હતી ડ્રાઇવર ગાડીમાંથી તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. જેના કારણે કોઈ જાનહાની થઈ નથી પણ આગના કારણે થોડા સમયમાં ગાડી ભડભડ સળગી ઉઠી અને ખાખ થઈ ગઈ હતી. ત્યારે એક મોી દુર્ઘટના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બનતા રહી ગઈ છે. ત્યારે મળતી વિગત અનુસાર આ ગાડી એક ખાનગી એજન્સીની છે. અને નર્મદા નિગમમાં ભાડેથી ફરી રહી છે ત્યારે આજે ગાડી સળગી ઉઠી હોય તેની સામે અનેક સવાલ પેદા થાય છે કે આવી ક્ષતિગ્રસ્ત ગાડી નર્મદા નિગમ માંથી ભાડે કેવી રીતે ફરી રહી છે. જો કદાચ આ ગાડીની અંદર કોઈ કર્મચારી ઓ કે અધિકારીઓ બેઠા હોત અને તે સળગતી કોઈ પ્રવાસીની ગાડી જોડે અથડાઈ હોત તો મોટી હોનારત થઇ હોત ત્યારે નર્મદા નિગમ તેમજ જીસેકમાં ગાડીઓ ભાડે થી લેવાય છે. તેમાં કેટલીક જૂની લેવાય છે તેવી ચર્ચાઓ થઇ રહી છે. તો આબાબતે તપાસ થવી જરૂરી બની છે.
નવા ટેન્ડરમાં નવી કાર પછી કેમ જૂની ચાલે છે ?
કેવડિયા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં રોજના હજારો પ્રવાસીઓની અવર જવર વધી છે છતાં પણ નર્મદા નિગમ અને જીસેક સહીત ખાનગી કંપનીઓ ના કેટલાક આધિકારીઓ આર્થિક લાભ માટે કંડમ અને જૂની ગાડીઓ નવી ગાડીઓનું ટેન્ડર કરી ચલાવતા હોય છે, નર્મદા નિગમમાં જે ગાડીઓ ભાડે લેવામાં આવે છે, એ ગાડીઓ કંડમ હોય છે અને તેને રિપારસીંગ કરાવીને નવા રંગરોગાન કરી ફેરવવામાં આવતી હોવાની પણ ગંભીર બાબતો સામે આવી છે જેની જો તપાસ થાય તો ઘણા તથ્યો સામે આવે એમ લાગી રહ્યું છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




