વાસ્મો પ્રૉજેક્ટ અંતર્ગત બનાવેલી પાણીની ટાંકી પાંચ વર્ષ થી બની છે પણ કોઈ કામની નથી
રાજપીપળા : હાલ ઉનાળાના આકરા તાપમાનમાં નર્મદા જિલ્લાના ઘણા ગામોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ગત શનિવારે નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબળે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પાણી અંગે એક બેઠક પણ કરી હતી ઉપરાંત પ્રભારી મંત્રી એ સરકાર દ્વારા ચાલતા પાણીના પ્રોજેક્ટો કાર્યરત હોવાની વાત પણ કરી હતી
આ તમામ દાવાઓનો છેદ ઉડાડતો કિસ્સો નર્મદા જિલ્લા ના દેડીયાપાડા તાલુકાના ગઢ ગામમાં સામે આવ્યો છે આ ગામમાં વાસ્મો પ્રોજેક્ટ હેઠળ પાંચ વર્ષ પહેલાં પાણીની ટાંકી બનાવવામાં આવી હતી પરંતુ આ પાણીની ટાંકી છેલ્લા પાંચ વર્ષ થી ફક્ત શોભાના ગાંઠીયા સમાન છે.
ગામ લોકોનું કહે છે કે ડેડીયાપાડા તાલુકાના ઘણા ગામો માં આવી સમસ્યાઓ છે પાંચ વર્ષ થી ગઢ ગામમાં પાણી ની ટાંકી બન્યા પછી આજદિન સુધી પાણીનું એકપણ ટીપું પડ્યુંજ નથી કે નથી બોર બનાવવામાં આવ્યો કે નથી કોઈ પાઇપ લાઇન નંખાઈ ત્યારે આ પ્રોજેકટ પાછળ સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ તે અર્થહીન છે આજદિન સુધી ગ્રામજનોને તેનો લાભ નથી મળ્યો અને જો આવા ખર્ચા જ કરવા હોય તો સરકારે આવી ટાંકીઓ બનાવીજ ન જોઈએ
અત્રે ઉલ્લેખનીય છે કે ગામજનોને અન્ય વિકલ્પ ારા પાી તો મળી રહ્યું છે પરંતુ સરકાર દ્વારા ઉભા કરાયેલા આવા સારા પ્રોજેકટનું જતન કરી વ્યવસ્થા ઉભી કરવામાં અધિકારીઓ કેમ આળસ કરી રહ્યા છે તે ઍક પ્રશ્ન છે જો હાલ વાસમો પ્રોજેકટ હેઠળ બનેલ ટાંકીઓ કાર્યરત હોત તો આકરા ઉનાળામાં ગ્રામજનોને વધુ સારી સુવિધાઓ મળી શકી હોત સરકારે લોકોની સુખાકારી માટે પ્રોજેક્ટ બનાવી લાખો કરોડોની ગ્રાન્ટ તો ફાળવી પરંતુ આ પ્રોજેક્ટોની માવજત જેતે ખાતાના અધિકારીઓની જવાબદારી હોય છે પરંતુ અધિકારીઓની આળસ ના કારણે લોકો સુધી જરૂરી સુવિધાઓ પહોંચતી નથી
સરકાર પાણી બાબતે ગંભીર પરંતુ ખુદ અધિકારીજ અજાણ …?!
આ બાબતે વાસમોના કાર્યપાલક ઈજનેર અનિલ ગર્ગ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે મને ખ્યાલ નથી આ જૂનો કેસ છે હું તપાસ કરાવું અને જરૂરી કાર્યવાહી કરાવીશ
સવાલ એ છે કે સરકાર પ્રજાની સુખાકારી માટે મસ મોટા પ્રોજેકટ લાવે છે કરોડોની ગ્રાંટ ફાળવે છે પણ પ્રજા આવી પાયાની સુવિધાઓ થી કેમ વંચિત રહી જાય છે ? અને પાંચ વર્ષ થી પાણી ની ટાંકી બની છે અને જો ગ્રામજનોને તેનો લાભ નથી મળતો તો અધિકારીઓ દ્વારા આ બાબતે કેમ જરૂરી તાપસ થતી નથી ખાસ તો અધિકારીજ આ બાબતે અજાણ હોય તો એ તાપસનો વિષય છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





