ચંદ્રાબાબુ નાયડુ બનેલા રાણા દગ્ગુબત્તીની તસ્વીરો થઈ લીક

0
17

મુંબઈ,તા.૮
તેલુગુ સિનેમામાં હાલ બાયોપિક ફિલ્મો બનાવવાનો દોર ચાલી રહ્યો છે. તેમાં પણ પોલીટીકલ બાયોપિક્સ કંઇક વધારે જ બની રહી છે. તમિલ સિનેમાના ઇતિહાસની સૌથી મોટી બાયોપિક NTRનું હાલ જોરોશોરોથી શૂટિંગ ચાલી રહ્યું છે.
NTRની બાયોપિકમાં નાદમુર્તિ બાલાક્રિષ્ન સાથે બોલિવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન નજર આવવાની છે, તો બીજી તરફ આ ફિલ્મમાં એન ચંદ્રાબાબુ નાયડુનો રોલ રાણા દગ્ગુબત્તી પ્લે કરવા જઇ રહ્યો છે. જે આંધ્રપ્રદેશના હાલના ચીફ મિનિસ્ટર છે. રાણા દગ્ગુબતી આ ફિલ્મમાં એન.ટી.રામારાવના જમાઇનો કિરદારને ન્યાય આપશે.
ત્યારે ચંદ્રાબાબુ નાયડુ બની રહેલા રાણા દગ્ગુબત્તીનું અનબિલિવેબલ ટ્રાંસફોર્મેશન જોવા મળ્યું. આ તસવીરો ટ્‌વીટર પર લીક થઇ છે જેમાં પોલિટિકલ સ્ટાઇલમાં લેનિન શર્ટ પહેરી રાણા નજર આવી રહ્યો છે.
આ પહેલા નેનું રાજા નેનું મંત્રી ફિલ્મમાં પણ રાજકારણીનો રોલ પ્લે કરી ચૂકેલા રાણા માટે આ કંઇ નવું નથી. પરંતુ આ વખતે તે ચંદ્રાબાબુના જીવનને પ્લે કરી રહ્યો હોવાથી તેણે પરફેક્ટ લુક મેળવ્યો છે.
ત્યારે જોવાનું એ રહેશે કે રાણાની લૂક માટે મહેનત અને તેનો અભિનય ફેન્સને થીએટર સુધી ખેંચી લાવે છે કે નહીં.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY