વડાપ્રધાન બનવાના સપના જોનારા વિપક્ષના નેતા બનવાને લાયક નથી રહ્યાઃ પાસવાન

0
7

લોજપા પ્રમુખનો કોંગ્રેસ સહિત વિપક્ષ પર આકરો પ્રહાર
ન્યુ દિલ્હી,તા.૨૫
લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામો સામે આવી ચૂક્યા છે. એનડીએને પ્રચંડ જીત મળી છે. જીત બાદ નિવેદનબાજીનો સમય ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણી પરિણામ જાયા બાદ કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો પર કટાક્ષ કરીને કહ્યું કે જે લોકો પ્રધાનમંત્રી બનવાના સપના જાઈ રહ્યા હતા તે વિપક્ષ બનવાને લાયક પણ નથી બચ્યા.
રામ વિલાસ પાસવાને કોંગ્રેસની મજાક ઉડાવતા કહ્યું કે જે લોકો પ્રધાનમંત્રી પદની ખુરશી પર બેસવા ઈચ્છી રહ્યા હતા તે હવે વિપક્ષના નેતાનું પદ મેળવવામાં પણ નિષ્ફળ થઈ ગયા છે. તેમણે કહ્યું કે મે પહેલા જ સ્મૃતિ ઈરાનીના ચૂંટણી જીતવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હું છેલ્લા ત્રણ વર્ષથી કહી રહ્યો છુ કે પ્રધાનમંત્રી પદ માટે આગામી ચૂંટણીમાં પણ કોઈ જગ્યા ખાલી નથી એટલા માટે લોકો વિપક્ષની ખુરશી તરફ ધ્યાન આપે. તેમણે કહ્યું કે હું હવામાન વૈજ્ઞાનિક નથી પરંતુ કોંગ્રેસને વિપક્ષની ભૂમિકા નિભાવવા જેટલી સીટો પણ નથી મળી. તેમણે કહ્યું કે હું જે કહુ છુ તે થઈ જાય છે.
આરજેડી નેતા તેજસ્વી યાદવ દ્વારા ચૂંટણી પ્રચારમાં નીતિશ કુમાર સામે પ્રચાર કરવા પર વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતુ કે તેજસ્વી નીતિશને ‘પલટુ ચાચા’ કહીને સંબોધિત કરી રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY