ન્યુ દિલ્હી,તા.૩૧
૨૦૧૯ની ચુંટણી પહેલાં કોન્ગ્રેસના પ્રમુખ રહુલ ગાંધીને વડા પ્રધાનપદની હરીફાઇમાં ગોઠવવાના પ્રયત્નો ચાલે છે. દિલ્હીમાં કબોન્ગ્રેસના નેતા શશી થરૂરે એક ઇન્ટરવ્યુમાં રાહુલ ગાંધી વડા પ્રધાન બનવામાજ્ઞે સર્વગુણ સંપન્ન હોવાનું જણાવ્યું હતું.
શશી થરૂરે વિપક્ષી નેતૃત્વ અને સત્તાધારી પક્ષ સામે પડકાર બાબતે જણાવ્યું હતું કે, તાજેતરની પાચ રાજયોની વિધાનસભાઓની ચુંટણીમાં દેશમાં કોન્ગ્રેસ મુખ્ય વિકલ્પ હોવાનું સ્પષ્ટ થયું છે. દેશના તમામ પ્રાંતોમાં ખૂણે ખૂણે કોન્ગ્રેસની ઉપસ્થિતિ છે. રાહુલ ગાંધી અમારા નેતા છે. જા કોન્ગ્રેસને બહુમતી મળશે તો રાહુલ ગાંધી નિશ્ચતરૂપે વડા પ્રધાન બનશે. જો કોન્ગ્રેસે મિશ્ર સરકાર રચવી પડે તો સહયોગી પક્ષો સાથે ચર્ચા કરીને વડા પ્રધાનપદના ઉમેદવાર નક્કી કરવામાં આવશે, અને સામૂહિક રીતે નિર્ણય લેવામાં આવશે. સંસ્દીય તથા અન્ય સ્તરે નેતૃત્વ તથા વડાપ્રધાન જેવા હોદા માટે સામૂહિક સ્તરે ઉચિત પ્રક્રિયા મુજબ નિર્ણયો લેવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




