ન્યુ દિલ્હી,તા.૧૦
અઠવાડિયા પહેલા કારોબારી દિવસ સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. લગભગ ગત એક મહિનાથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલમાં ઘટાડો થતાં સ્થાનિક બજારમાં ગ્રાહકોને પણ ફાયદો મળી રહ્યો છે. સોમવારે પેટ્રોલના ભાવામં પ્રતિ લીટર ૨૪ પૈસા અને ડીઝલના ભાવમાં ૨૭ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ ૭૦.૩૧ રૂપિયા અને ડીઝલ ૬૪.૮૨ રૂપિયા પ્રતિ લીટૅર થઇ ગયું છે. આ પહેલાં રવિવારે દિલ્હીમાં પેટ્રોલ ૭૦.૫૫ રૂપિયા અને ડીઝલ ૬૫.૦૯ રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર હતું.
દિલ્હીમાં પેટ્રોલ ૭૦ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. રવિવારે મુંબઇમાં પણ પેટ્રોલના ભાવમાં ૨૩ પૈસા અને ડીઝલના ભાવમાં ૨૯ પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો. આ સાથે જ અહીં સોમવારે પેટ્રોલના ભાવ ૭૫.૯૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૬૭.૮૧ રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું. સોમવારે કલકત્તા અને ચેન્નઇમાં ક્રમશઃ ૭૨.૩૭ રૂપિયા અને ૭૨.૯૨ રૂપિયાના સ્તર પહોંચી ગયું. આ ઉપરાંત ડીઝલ ક્રમશઃ ૬૬.૫૫ રૂપિયા અને ૬૮.૪૧ રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



