૫૯૦૦૦ કરોડ રૂપિયામાં ભારત આ વિમાનો ખરીદવાનું છે
ન્યુ દિલ્હી,તા.૨૦
રાફેલ વિમાનોની ખરીદી પર ભારતમાં સંસદની અંદર અને બહાર રાજકીય સંગ્રામ જારી છે ત્યારે ભારતે ૩૬ રાફેલ વિમાનો માટે ૫૦% પેમેન્ટ કરી પણ દીધુ છે. ૫૯૦૦૦ કરોડ રૂપિયામાં ભારત આ વિમાનો ખરીદવાનુ છે. વિમાનનોની ડિલિવરી નવેમ્બર ૨૦૧૯ થી ૨૦૨૨ એપ્રિલ સુધીમાં ભારતને કરી દેવાશે.
જોકે ભારતમાં વિમાનોના આગમન બાદ પણ તેનો તાત્કાલીક ઉપયોગ નહી થઈ શકે. કારણકે વિમાનોને અલગ અલગ પ્રકારના સોફ્ટવેર સર્ટિફિકેશનમાંથી પસાર થવુ પડશે. ભારતે આ વિમાનોને પાકિસ્તાન અને ચીનને ધ્યાનમાં રાખીને પંજાબના અંબાલા અને પશ્ચિમ બંગાળના એરબેઝ પર તૈનાત કરવાની યોજના બનાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




