મને રજા આપો તો હું મારી પત્નીની હત્યા કરીને તેના અંતિમ સંસ્કાર કરી શકું

0
218

બિહારમાં કર્મચારીએ રજા ન મળતાં રાષ્ટ્રપતિ-વડાપ્રધાનને ચિઠ્ઠી લખી
પટના,તા.૨૧
બેંકના કર્મચારી પર કામનું દબાણ વધારે હોવાનું ઘણીવાર ફરિયાદો કરતા હોય છે. પરંતુ બિહારમાં એક એવો મામલો સામે આવ્યો કે કર્મચારી પર કામનું દબાણ હોવાની સાથે રજા ન મળતાં કર્મચારીએ રાષ્ટ્રપતિ અને પીએમને ચિઠ્ઠી લખીને પત્નીની હત્યા કરવાની માગ કરી છે.
રજા ના મળવાથી પરેશાન બક્સરના બેંક મેનેજેર મુન્ના પ્રસાદે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને ડીએમને ચિઠ્ઠી મોકલી છે. જે ચિઠ્ઠીમાં લખ્યું છેકે ,”સાહેબ મારી પત્ની બીમાર છે તેના ઈલાજ માટે રજા જાઈએ છે પણ રજા મળતી નથી. ક્ષેત્રીય કાર્યાલયના મહિલા અધિકારીએ રજા આપવાની ના પાડી છે. જ્યારે વિશેષ આગ્રહ કર્યો ત્યારે તેમણે અંતિમ સંસ્કાર કરવા માટે રજાની વાત કરી.
તો મને બે દિવસની વિશેષ રજા આપો. જેથી હું મારી પત્નીની હત્યા કરીને તેના અંતિમ સંસ્કાર કરી શકું. દરરોજ આ રીતે કામ કરી શકાતું નથી” જ્યારે વરિષ્ઠ અધિકારીઓને આ ખબર પડી ત્યારે તેઓએ મુન્ના પ્રસાદને રજા આપી છે. જેથી તે બીમાર પત્નીની સારવાર કરાવી શકે. મુન્ના પ્રસાદ બક્સર જિલ્લામાં બિહાર ગ્રામ્ય બેંકના બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે.
મુન્ના પ્રસાદે આ અંગે જણાવ્યું હતું કે, તેમની પત્ની છેલ્લાં ૧ વર્ષથી કીડનીની બીમારીથી પરેશાન છે. બીમારીના લીધે અઠવાડિયામાં ૨ વાર ડાયાલિસિસ કરાવવું પડે છે. તેમની બ્રાન્ચમાં અધિકારીઓનો સ્ટાફ ખૂબ જ ઓછો છે. તે કારણથી તેઓ બ્રાન્ચમાં એકલા હોય છે. એટલે પત્નીની સારવાર માટે રજા મળતી નથી. તે કારણથી પીએમ અને રાષ્ટÙપતિને ચીઠ્ઠી લખવાનો નિર્ણય લેવો પડ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY