દુષ્કાળગ્રસ્ત રાજ્યો માટે કેન્દ્રનું રૂ. ૬૬૮૦ કરોડનું પેકેજ મંજુર

0
5

ન્યુ દિલ્હી,તા.૨૯
કેન્દ્ર સરકારે દુષ્કાળગ્રસ્ત રાજ્યોની માંગણીને ધ્યાનમાં રાખીને રૂ. ૬૬૮૦ કરોડનું રાહત પેકેજ મંજૂર કર્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મહોન સિંઘે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. રાહત મેળવનારા રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક આંધ્રદેશ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં સૌથી વધારે સહાય મહારાષ્ટ્રને આપવામાં આવી છે. મહારાષ્ટ્રને રાહત સહાય તરીકે રૂ. ૪૭૦૦ કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ઉપરાંત આંધ્ર પ્રદેશના રૂ. ૯૦૦ કરોડ અને કર્ણાટકને રૂ. ૯૫૦ કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ એક ટ્વિટમાં લખ્યું કે, “મને કહેતા આનંદ થાય છે કે કેન્દ્ર સરકારે અછતગ્રસ્ત કર્ણાટક માટે રૂ. ૯૪૯.૪૯ કરોડ તેમજ મહારાષ્ટ્ર માટે રૂ. ૪૭૧૪.૨૮ કરોડ આપવાની જાહેરાત કરી છે. આ રકમ ૨૦૧૮-૧૯ના વર્ષ માટે ખરીફ પાક માટે જાહેર કરવામાં આવી છે.”
બીજા એક ટ્વિટમાં કેન્દ્રીય મંત્રીએ લખ્યું છે,”કેન્દ્ર સરકારે અછતગ્રસ્ત આંધ્રપ્રદેશ માટે રૂ. ૯૦૦.૪૦ કરોડ અને ગુજરાત માટે રૂ. ૧૨૭.૬૦ કરોડ આપવાની જાહેરાત કરી છે.”
મહારાષ્ટ્ર : દુષ્કાળની સહાય પેટે રૂ.૪૭૦૦ કરોડ
કર્ણાટકઃ દુષ્કાળની સહાય પેટે રૂ.૯૫૦ કરોડ
આંઘ્ર પ્રદેશઃ દુષ્કાળની સહાય પેટે રૂ.૯૦૦ કરોડ
ગુજરાતઃ દુષ્કાળની સહાય પેટે રૂ.૧૨૭ કરોડ
પુડ્ડુચેરીઃ સાયક્લોન હોનારતની સહાય પેટે ૧૩.૯ કરોડ
ઉત્તર પ્રદેશઃ પૂર હોનારતની સહાય પેટે ૧૯૧.૭૩ કરોડ
હિમાચલ પ્રદેશઃ પૂર હોનારતની સહાય પેટે ૩૧૭.૪૪ કરોડ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY