ન્યુ દિલ્હી,તા.૨૯
નોર્થ ઈસ્ટ સરહદ પર ચીનના ખતરાને જાતા ભારત સરકારે સેનાના વાહનોની અવર જવર માટે બ્રહ્મપુત્રા નદીની નીચે ટનલ બનાવવા માટે વિચારણા શરુ કરી છે.
આ વિકલ્પ પર કેન્દ્ર સરકાર ગંભીરતાથી વિ ચારી રહી છે.કારણકે તેનાથી સેનાના વાહનોને સરહદ પર પહોંચવામાં બહુ સરળતા થઈ જશે.
આ માટે આસામના તેજપુરના વિસ્તારને પસંદ કરવામાં આવ્યો છે.કારણકે નદીના ઉત્તર અને દક્ષિણ તરફના વિસ્તારને જોડવા માટે આ જગ્યા અનુકુળ છે.આ ટનલની લંબાઈ ૧૨ થી ૧૫ કિમીની હશે.જેમાં રેલ અને રોડ એમ બંને પ્રકારના નેટવર્ક તૈયાર થઈ શકે છે.ટનલના નિર્માણ પાછળનો હેતુ વ્યૂહાત્મક છે.
સૂત્રોનુ કહેવુ છે કે, પ્રોજેક્ટ માટે મેપ સર્વે થઈ ચુક્વ્યો છે.જો કે ડીટેઈલ સર્વે રિપોર્ટ તૈયાર કરવાનો બાકી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



