મુંબઈ,તા.૪
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ સોમવારે ચોંકાવનારો દાવો કર્યો હતો. ઠાકરેએ દાવો કર્યો કે રામ મંદિર મુદ્દે કેન્દ્ર સરકાર અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે સાંઠગાંઠ છે. તેમણે દાવો કર્યો છે કે, સરકાર મંદિર મુદ્દે તોફાનો કરાવી શકે છે. કાલે ઔવેસીએ મોદી મામલે તોફાની ભાષણ કર્યું હતું. જેના પગલે ભાજપમાં પણ થોડો ઉશ્કેરાટનો માહોલ હતો. ભાજપ સરકાર રામ મંદિરના મામલાને સ્ટ્રોન્ગ રીતે પ્રેઝન્ટ કરી રહી છે. મોદી સરકાર પાસે હવે આગામી લોકસભામાં વિકાસ ચાલવાનો નથી.
રામ મંદિર સિવાય તેમની પાસે હવે કોઈ ઓપ્શન નથી. એટલે સંઘ, વીએચપીથી લઇને હિન્દુ સંગઠનો રામ મંદિરના મામલાને ઉઠાવી રહ્યાં છે. રાજ ઠાકરે મુંબઇના વિક્રોલીમાં પાર્ટીનાં એક કાર્યક્રમ દરમિયાન લોકોને સંબોધિત કરી રહ્યા હતા. ઠાકરેએ એવો પણ દાવો કર્યો કે તેમને તોફાનોનું મોડ્યુલ જણાવવા માટે દિલ્હીથી ફોન આવ્યો હતો જે ખુબ જ ગંભીર હતો. મનસે પ્રમુખે કહ્યું કે, આગામી દિવસોમાં રામ મંદિરનાં નામે તોફાનો થશે અને તેની સાથે ઓવૈસી સાથે વાતચીત થઇ ચુકી છે. હાલની સરકાર પાસે દેખાડવા માટે હાલ કોઇ નક્કર કામ નથી. જેથી હવે પોતાની સરકાર બચાવવા માટે હિંદુ- મુસ્લિમ તોફાન સિવાય અન્ય કોઇ પણ રસ્તો બાકી બચતો નથી. ઠાકરેએ આગળ કહ્યું કે, તેના ટ્રેલર તરીકે તમે વાળ વગરનો ભગવા કપડા પહેરેલો વ્યકિત જાયો હશે (ટોળામાંથી યોગી યોગીનાં નામની બુમો પડે છે) હાં યોગીપ મને હંમેશા લાગે છે કે શું તે એક મુખ્યમંત્રી છે ?
રાજ ઠાકરેએ કહ્યું કે, આગામી દિવસોમાં રાજનીતિ કઇ દિશામાં જઇ રહી છે, તમે તેનું અનુમાન લગાવી શકો છો. તમે ઓવૈસી અંગે જે કાંઇ સાંભળી રહ્યા છો તે માત્ર શરૂઆત છે. હજી આના કરતા પણ વધારે ભડકાઉ નિવેદનો આવશે. હું અપીલ કરૂ છું કે આવા ભડકાઉ નિવેદનો પર ધ્યાન ન આપશો. હું ભગવાનને પણ પ્રાર્થના કરૂ છું કે આવા કોઇ તોફાનો ન થાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





