ન્યુ દિલ્હી,તા.૫
ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઇકપર રાજકીય નિવેદનો આમને-સામને આવી રહ્યાં છે. ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકને લઈને હવે રાજકીય ગરમાવો જાવા મળી રહ્યો છે. વિપક્ષી પાર્ટીના અનેક નેતાઓ એર સ્ટ્રાઈકના પૂરાવા માગી રહ્યા છે.
તેવા સમયે કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલને ટ્વીટ કરીને પલટવાર કર્યો છે. રાઠોડે ટ્વીટ કરીને કહ્યું છે કે, તમને આપણી ઈન્ટેલિજન્સ એજન્સીઓ કરતા આંતરરાષ્ટ્રીય મીડિયા પર વધુ વિશ્વાસ છે.
તમે લખ્યુ હતુ કે એરસ્ટ્રાઈકમાં કોઈ નુકસાન પહોંચ્યુ નથી. જેને લઇને તમે ખૂબ ખુશ નજરે પડી રહ્યા છો. ઈવીએમના પૂરાવા એકત્ર કરવા માટે તમે લંડન ગયા હતા, તો એરસ્ટ્રાઈકના પૂરાવા લેવા માટે તમે બાલાકોટ જશો.
ઉલ્લેખનીય છે કે, કપિલ સિબ્બલે ટ્વીટ કરીને કહ્યું હતુ કે, અનેક મોટી મીડિયા કંપનીઓ કહી રહી છે કે બાલાકોટમાં એક પણ આતંકી ઠાર મરાયો નથી. ત્યારે તેમના નિવેદન બાદ વાતાવરણ ગરમાયુ છે.
ઉલ્લેખનીય છે કે કપિલ સિબ્બલ પહેલા કોંગ્રેસના અનેક નેતાઓએ એર સ્ટ્રાઇકને લઇને નિવેદન આપ્યાં હતા. જેમા કોંગ્રેસના મનીષ તિવારી, દિગ્વિજય સિંહ પર એર સ્ટ્રાઇકને લઇને સવાલો પૂછયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




