ન્યુ દિલ્હી,તા.૪
ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડને જાતા તેમજ વેઇટીંગ લિસ્ટમાં ધરખમ વધારો જાવા મળતા મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ૨૮ ટ્રેનોમાં વધારાના કોચ જાડવાનો નિર્ણય લેવાયો છે. હંગામી ધોરણે આ કોચ ડિસેમ્બર માસ પુરતા જ જાડવામાં આવનાર છે.
બાન્દ્રા ટર્મિનસ-જમ્મુતવી વિવેક એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનસ-દિલ્લી સરાય રોહિલ્લા, બાન્દ્રા ટર્મિનસ-ભુજ એસી સુપરફાસ્ટ, બાન્દ્રા ટર્મિનસ-હિસાર સુપરફાસ્ટ, બાન્દ્રા ટર્મિનસ-જેસલમેર, બાન્દ્રા ટર્મિનસ-પાલીતાણા, બાન્દ્રા ટર્મિનસ-ભાવનગર એક્સપ્રેસમાં ટુ-થ્રી ટીયર તેમજ સ્લીપર ક્લાસ કોચ વધારાના જાડાશે.
ઉપરાંત બાન્દ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનસ-બિકાનેર સુપરફાસ્ટ, દાદર-બિકાનેર સુપરફાસ્ટ, દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ, ભાવનગર-કોચ્ચુવેલી એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનસ-બિકાનેર રણકપુર એક્સપ્રેસ, કોઇમ્બતુર-હિસાર એસી એક્સપ્રેસ વાયા વસઇ રોડ એક્સપ્રેસ સહિતની ઉપરોક્ત ટ્રેનોમાં આવતા-જતા બંને તરફ આ વધારાના કોચ જાડવામાં આવનાર હોવાનું પશ્ચિમ રેલવે દ્વારા જણાવાયું છે.
નોંધપાત્ર છેકે દિવાળીના તહેવારોમાં મુસાફરોની અતિભારે ભીડને કારણે રેલવેના મુસાફરો પારાવાર હાલાકીમાં મુકાયા હતા. રેલવે દ્વારા વધારાની ટ્રેનો દોડાવવા અને વધારાના કોચ જાડવા છતાંય મુસાફરો માટે તે સુવિધા અપુરતી સાબિત થઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




