ન્યુ દિલ્હી,તા.૨૭
ભારતની તરફથી અંતરિક્ષમાં ચલાવામાં આવેલા ઓપરેશન ‘મિશન શકિત’ની સફળતા પર દરેક લોકો ગર્વ મહેસૂસ કરી રહ્યાં છે. પરંતુ આ મિશન એટલું પણ સરળ નથી રહ્યું. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)ના ચેરમેન જી.એસ.રેડ્ડીનું કહેવું છે કે આ મિશન માટે છેલ્લાં ૬ મહિનાથી મિશન મોડમાં કામ ચાલી રહ્યું હતું, જ્યારે બે વર્ષ પહેલાં જ પ્રોજેક્ટ પર કામ શરૂ થઇ ગયું હતું. માત્ર ૫ થી ૬ લોકોના ગ્રૂપને જ આ સંબંધિત માહિતી હતી. ટેકનિકલી રીતે ખૂબ જ જટિલ આ મિશનને લઇ સરકારે સંપૂર્ણપણે ગોપનીયતા દાખવી હતી.
આ અંગે જી.એસ.રેડ્ડી એ જણાવ્યું કે ૬ મહિનાથી અંદાજે ૧૦૦થી વધુ વૈજ્ઞાનિક સતત તેના પર કામ કરી રહ્યાં હતા અને લોન્ચની તરફ આગળ વધી રહ્યા હતા. જી.એસ.રેડ્ડીના મતે તેઓ સતત આ પ્રોજેકટ પર કામ કરી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (દ્ગજીછ) અજીત ડોભાલને રિપોર્ટ કરી રહ્યાં હતા. અજીત ડોભાલ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મિશન અંગે સંપૂર્ણ માહિતી આપી રહ્યાં હતા.
આ મિશન પર ઘણા સમય પહેલાં જ કામ શરૂ થઇ ગયું હતું. તેમણે કહ્યું કે અમે અમારા ટાર્ગેટને ‘કાઇનેટિક કિલ’ એટલે કે સીધું સેટેલાઇટને જ હિટ કર્યું હતું. તેના માટે કેટલીય ટેકનોલોજીનો ઉપયોગ કરાયો અને તમામ ભારતમાં જ ડેલવપ થયા હતા, જે સંપૂર્ણપણે સફળ સાબિત થયા.
A-SAT મિસાઇલ અંગે માહિતી આપતા જી.એસ.રેડ્ડી એ કહ્યું કે આ મિસાઇલ લો અર્થ આૅર્બિટ એટલે કે LEO સેટેલાઇટને ટાર્ગેટ બનવામાં સક્ષમ છે. તેમણે કહ્યું કે અમારી પાસે તેનાથી મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવાની પણ તાકત છે, પરંતુ અમે પહેલાં LEOને ટાર્ગેટ બનાવાનું નક્કી કર્યું કારણ કે અમે કોઇપણ બીજા દેશને નુકસાન પહોંચાડવા માંગતા નહોતા.
આપને જણાવી દઇએ કે આ પ્રકારની ઉપલ્બિધ પ્રાપ્ત કરનાર ભારત દુનિયાનો ચોથો દેશ બન્યો છે. આની પહેલાં અમેરિકા, ચીન, અને રૂસની પાસે જ આ તાકત હતી. ખાસ વાત એ પણ રહી કે ચીને જ્યારે આવું પરીક્ષણ કર્યું હતું તો આખી દુનિયાએ તેની આલોચના કરી હતી, પરંતુ ભારતે આ પરીક્ષણ કર્યું તેના પર કોઇપણ મોટો દેશ આપણી વિરૂદ્ધ ઉભો થયો નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




