મુંબઈ,તા.૨૫
વિશ્વના અન્ય બજારોની મંદી તેમજ ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને પગલે ગુરુવારે બીએસઈ સેન્સેક્સ ૩૪૪ પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો. એફ એન્ડ ઓ ઓક્ટોબર સિરીઝની એક્સપાયરીના દિવસે આજે ટેલીકોમ, રિયલ્ટી, ઓટો, મેટલ, બેન્ક, અને કન્ઝ્યુમર શેર્સમાં ભારે વેચવાલી જાવા મળી હતી. આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.
દિવસ દરમિયાન બીએસઈ સેન્સેક્સ ઉપરમાં ૩૩,૮૩૮.૭૬ અને નીચામાં ૩૩,૫૫૩.૧૮ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૩૪૩.૮૭ પોઈન્ટ્સ ગગડીને ૩૩,૬૯૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૦,૧૬૬.૬૦ અને નીચામાં ૧૦,૦૭૯.૩૦ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૯૯.૮૫ પોઈન્ટ્સના ઘટાડા સાથે ૧૦,૧૨૪.૯૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૫૮ ટકા અને ૦.૯૮ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
મિડકેપ અને સ્મોલકેપ શેર પર પણ દબાણ જાવા મળ્યો છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ ૦.૬ ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. નિફટીનો મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૦.૫ ટકાથી વધુની નબળાઈ સાથે બંધ થયો છે. બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ ૧ ટકા તૂટીને બંધ થયો છે.
ચાલુ સપ્તાહના ચોથા દિવસે એશિયાઈ બજારોમાં મોટો ઘટાડો જાવા મળ્યો છે. બીજી બાજુ અમેરિકી બજારોમાં પણ અત્યારસુધીના સૌથી મોટો કડાકોની અસર જાવા મળી છે.
વૈશ્વિક બજારોમાં મચેલી અફરાતફરીના કારણે જાપાનના કારણે નિક્કેઈ ૩ ટકા સુધી તૂટી ચુક્્યો છે, જયારે ઓસ્ટેલિયાના બજારોમાં પણ ૨ ટકા સુધીનો ઘટાડો થયો છે. આ ઉપરાંત ટોક્્યો ઇન્ડેક્સ પણ ૩ ટકા સુધી ધડામ થયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



