સુરત,
તા.૧૧/૪/૨૦૧૮
કતારગામમાં નોકરે સાથી મિત્ર સાથે હીરા ઓફિસમાંથી હીરાની ચોરી કરી હોવાની ઘટના બની હતી. જેના સીસીટીવી બહાર આવ્યા છે. હાલ પોલીસે સીસીટીવી આધારે તસ્કરોને પકડી પડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
કતારગામ વિસ્તારમાં ધ્રુવતારક સોસાયટીમાં આવેલી હીરા ઓફિસમાં ગત ૭ એપ્રિલના રોજ ચોરીની ઘટના બની હતી. જેમાં નોકરે જ સાથી મિત્ર સાથે મળી ૧ લાખની કિંમતના હીરાની ચોરી કરી હોવાનું સીસીટીવી આધારે સામે આવ્યું છે. ઓફિસના ટેબલના ખાનામાં રહેલા કાચા અને અધુરી બનેલા હીરાની ચોરી કરી બંને ફરાર થઈ ગયા હતા.
સીસીટીવી પ્રમાણે, એક હીરા ઓફિસના ટેબલમાં રહેલા હીરાની ચોરી કરે છે. જ્યારે અન્ય એક તસ્કર બહાર ધ્યાન રાખે છે. ત્યારબાદ ૧ લાખના હીરા ચોરી કરીને બંને ફરાર થઈ જાય છે. સીસીટીવી આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"