ન્યુ દિલ્હી,તા.૭
તમારા ૨૦૦ અને ૨૦૦૦ રૂપિયાની ગંદી અને ફાટેલી-તૂટેલી નોટ બદલવાનો રસ્તો સાફ થઈ ગયો છે. નાણાં મંત્રાલયે આ મુદ્દે રિઝર્વ બેન્કની માંગને લીલી ઝંડી આપી દીધી છે. આના માટે સરકાર દ્વારા આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, રિઝર્વ બેન્કે મંત્રાલયને ફાટેલી-તૂટેલી નોટ બદલવાના આરબીઆઈના (નોટ રિફંડ) રૂલ્સ ૨૦૦૯માં ફેરફારનો પ્રસ્તાવ મેકલવામાં આવ્યો છે. હવે નવા નિયમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ પહેલા નિયમ અનુસાર, માત્ર ૧, ૨, ૫, ૧૦, ૫૦, ૧૦૦, ૫૦૦, ૧૦૦૦ રૂપિયાની નોટ બદલવાની જાગવાઈ હતી.
કાયદામાં આવી કોઈ જાગવાઈ ન હતી, જેના આધાર પર બેન્ક ૨૦૦૦ અને ૨૦૦ રૂપિયાની ગંદી અને ફાટેલી-તૂટેલી જુની નોટ બદલી શકતી ન હતી. ફાટેલી-તૂટેલી નોટ બદલવાનો કાયદો આરબીઆઈ એક્ટની કલમ ૨૮ અંતર્ગત આવે છે. જેમાં ૨૦૦ અને ૨૦૦૦ની નોટનો ઉલ્લેખ ન હતો. નોટબંધી બાદ રિઝર્વ બેન્કે અત્યાર સુધીમાં આમાં કોઈ પણ સંશોધન નહોતુ કર્યું. હવે નવું સંશોધન કરી રૂ. ૨૦૦ અને ૨૦૦૦ની નોટ બદલવાની જાગવાઈને જાડી દેવામાં આવી છે.
બે હજાર રૂપિયાની નોટ નવેમ્બર ૨૦૧૬ના રોજ નોટબંધી લાગૂ થયા બાદ જાહેર કરવામાં આવી હતી, જ્યારે ૨૦૦ રૂપિયાની નોટ સપ્ટેમ્બર ૨૦૧૭ બાદ જાહેર કરવામાં આવી હતી. દેશભરમાં મોટી સંખ્યામાં લોકો આ વાતને લઈ ઘણા પરેશાન હતા કે નોટ નથી બદલવામાં આવી રહી. બેન્ક પણ કાયદો ન હોવાના કરણે લોકોની નોટ બદલી શકતી ન હતી. કાયદામાં ફેરફાર થયા બાદ લોકોને રાહત મળી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



