ઓડિશામાં યાત્રીઓ ભરેલી બસ બ્રિજ પરથી પડતાં ૧૨નાં મોત

0
3

કટક,તા.૨૧
ઓડિસાના કટક નજીક મહાનદી પર બનેલા એક પૂલમાં બસ દુર્ઘટના સર્જાઇ છે, જેમાં ઓછામાં ઓછા ૧૨ લોકોનાં મોત થયાનું બહાર આવ્યું છે, તો અનેક લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બસમાં ૩૦ જેટલા મુસાફરો સવાર હતા, બસ પૂલ નીચે પડી ગઇ અને ઉંધી વળી ગઇ હતી.
પ્રાથમિક વિગત પ્રમાણે ઓડિસામાં કટક નજીક મોડી રાત્રે ગોઝારો બસ અકસ્માત સર્જાયો છે. કટકના જગતપુર નજીક મહાનદી પરથી પસાર થતાં પુલ નીચે ૩૦ પ્રવાસીઓ ભરેલી બસ ખાબકતાં આ ઘટના બની છે. જેમાં જેમાં ૧૨ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોÂસ્પટલમાં લઈ જવાયા છે. મળતી માહિતી મુજબ બસ કટકથી અંગુલ જઈ રહી હતી. જગતપુર પાસે ડ્રાઈવરે બસ પરથી કાબુ ખોઈ બેસતા અકસ્માતની ઘટના બની હતી.
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં મૃતકોનાં પરિવારજનોને રૂ. બે લાખનું વળતર આપવાની વાત કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY