ટ્રમ્પે પાક.વિદેશ મંત્રી સાથે હાથ મિલાવ્યો : પાકિસ્તાને મીટિંગ ગણાવી દીધી

0
18

અમેરિકાએ કહ્યું માત્ર ઔપચારિકતા
વોશિંગ્ટન,તા.૨૭
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે યુરોપિયન યુનિયન જનરલ એસેમ્બલી મીટિંગનું નેતૃત્વ સંભાળ્યું. અહીં તેઓ વિશ્વના અન્ય નેતાઓની સાથે મુલાકાત પણ કરી હતી. જેમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશી પણ સામેલ હતા. લંચ બાદ બંને નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતને અમેરિકાએ તો માત્ર ઔપચારિક હેન્ડશૅક ગણાવ્યું, પરંતુ કુરૈશીએ ટ્રમ્પ સાથે તેને નાની મીટિંગ ગણાવી દીધી. કુરૈશીએ કહ્યું કે, હાથ મિલાવવા દરમિયાન જ તેઓએ ટ્રમ્પ સાથે અમેરિકા-પાકિસ્તાન સંબંધોને આગળ વધારવાની વાત કહી છે.
કુરૈશીની સાથે કથિત મુલાકાતના સવાલો પર અમેરિકાન નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે કહ્યું કે, આ કાર્યક્રમ માત્ર વૈશ્વિક નેતાઓની સાથે હાથ મિલાવવા પુરતો હતો. તેમાં ટ્રમ્પ અને અન્ય નેતાઓની વચ્ચે કોઇ વાતચીત નથી થઇ.
વોશિંગ્ટનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, કુરૈશીએ જે પ્રમાણે કહ્યું તેવી કોઇ મીટિંગ નથી થઇ. તેઓએ માત્ર હાથ મિલાવવાની ઘટનાને જ બિનસત્તાવાર મીટિંગ જાહેર કરી દીધી. આ રાજકીય નિયમોની વિરૂદ્દ છે. હાથ મિલાવવા દરમિયાન બંનેએ માત્ર એકબીજાંનું અભિવાદન કર્યુ હતું.
જો કે, પાકિસ્તાની ચેનલે આપેલા ઇન્ટરવ્યુમાં કુરૈશીએ કહ્યું કે, યુએન મહાસચિવ તરફથી આપવામાં આવેલા લંચ દરમિયાન તેઓને ટ્રમ્પ સાથે મુલાકાત કરવા અને બંને દેશોના સંબંધો પર ચર્ચાનો મોકો પણ મળ્યો હતો.
તેઓએ લંચ દરમિયાન જ અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સાથે પણ મુલાકાતની વાત કરી હતી.
કુરૈશીએ દાવો કર્યો હતો કે, ટ્રમ્પે તેમના વિચારો સાથે સહમતિ દર્શાવી પછી સંબંધો સુધારવાની વાત કહી. તેઓની આ કથિત મુલાકાતને પાકિસ્તાનનું તમામ મીડિયા ઔપચારિક મુલાકાત ગણાવી રહ્યું છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY