પિતાના કાર અકસ્માતના ત્રણ વર્ષ બાદ દુનિયામાં આવ્યો દીકરો

0
69

બેંગ્લુરુ,તા.૧૯
આજની આ ઘટનાને ચમત્કાર કહેશો કે શું? એક માર્કેટિંગ કન્સલટન્ટનું રોડ અકસ્માતમાં મોત થયાના ત્રણ વર્ષ બાદ તેમના દીકરાનો જન્મ થયો છે. જસલોક હોસ્પિટલમાં સ્વસ્થ દીકરાનો જન્મ થયો છે. ઘરમાં માતમની જગ્યાએ હવે નાના બાળકના આગમનથી ખુશીઓ છલકાય છે.
આ ચમત્કારની શરૂઆત આૅગસ્ટ ૨૦૧૫માં થઇ જ્યારે બેંગલુરૂમાં કામ કરી રહેલા અંદાજે ૩૦ વર્ષના દંપત્તી સુપ્રિયા જૈન અને ગૌરવે જિંદગી આગળ વધારવાનો નિર્ણય લીધો. લગ્નના પાંચ વર્ષ બાદ પણ જ્યારે માતા-પિતા બની શકતા નહોતા તો તેમણે આઇવીએફ ટેકનોલોજીની મદદ લીધી હતી. નસીબની બલિહારી કંઇક અલગ જ હતી અને આ પ્રક્રિયામાં પસાર થયાના થોડાંક જ દિવસમાં ગૌરવનું રોડ અકસ્માતમાં મોત થયું.
અકસ્માત પછી સુપ્રિયાને સંભાળવામાં સમય લાગ્યો અને પોતાનો ડર અને નિરાશા એક બ્લોગમાં લખી. ગૌરવના મોતના થોડાંક સપ્તાહ બાદ તેણે લખ્યું, જે દિવસે તે ગયો તેણે પોતાના નવા વેન્ચરનો લોગો ફાઇનલ કર્યો હતો.
મૂળ જયપુરની સુપ્રિયાએ નસીબમાં વિશ્વાસ રાખે છે. તેણે પોતાના પેરેન્ટસને બતાવ્યા વગર એક નિર્ણય લીધો. તે કહે છે અમે બાળકને લઇ એક શરૂઆત પણ કરી હતી અને અમે આગળનું પગલું ઉઠાવી શકતા હતા. તેણે પોતાના પતિના બાળકને જન્મ આપવાનું મન બનાવ્યું અને ડા.ફિરૂઝા પારેખની મુલાકાત કરી. ત્યારબાદ તેનો માતા બનવાનો ખર્ચ અને લાંબી સફર શરૂ થઇ.
ડાકટરોનું કહેવું છે કે આ સરળ નહોતું અને ખૂબ મુશ્કેલથી સુપ્રિયાના પતિના સ્પર્મ્સને સંભાળીને રાખી શકાયા. ડા.પારેખ કહે છે કે અમે કોઇ રિસ્ક લેવા માંગાત નહોતા. અમે ઘણી વખત એગ્સ ફર્ટિલાઇઝ કરવાની કોશિષ કરી પરંતુ કંઇ પરિણામ મળ્યું નહીં. અમે સરોગેટ શોધવાનો નિર્ણય પણ કર્યો. તેમણે કહ્યું કે જ્યારે અમારી પાસે એક આખરી તક હતી અને અમે આશા લગભગ ગુમાવી ચૂકયા હતા, આ કામ કરી ગયું.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY