રંગીલા રાજકોટમાં પટેલ યુવક પર એસિડથી હુમલો થતાં ચકચાર મચી

0
41

રાજકોટ,
તા.૬/૪/૨૦૧૮

ગુનાખોરીનો અડ્ડો બન્યું મુખ્યમંત્રીનું હોમ ટાઉન

રંગીલા શહેર તરીકે ઓળખાતા રાજકોટની છાપ હવે ક્રિમિનલ સિટી તરીકે બદલાઇ રહી છે, શહેરમાં ધોળા દિવસે એક પછી એક એવી રીતે ગુનાઓ બની રહ્યાં છે જાણે, કાયદા વ્યવસ્થા જેવું કઇ છે જ નહીં, શહેરને બદનામ કરતી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં શહેરના લાતી પ્લોટમાં એક અજાણ્યા શખ્સે અન્ય યુવક પર એસિથી હુમલો કર્યો, જેમાં યુવકના હાથ-પગ અને મોઢામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના જાણીતા વિસ્તાર લાતી પ્લોટમાં એક અજાણ્યા શખ્સે અહીં રહેતા પટેલ યુવક પર એસિડ હુમલો કર્યો, મળતી માહિતી મુજબ ઘટનામાં ઘાયલ શખ્સનું નામ ધર્મેશ લલિત પટેલ છે. એસિડ હુમલામાં ધર્મેશને મોઢામાં, પગ અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી છે, યુવકને ઘાયલ અવસ્થામાં સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે જ્યાં પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY