પર્રિકર સાથે રાહુલની મુલાકાતથી રાજકારણ ગરમાયું

0
31

પણજી,તા.૨૯
રાફેલ ડીલમાં પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકર પર સતત હુમલો કરનારા રાહુલ ગાંધીએ આજે ગોવાના સીએમ સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષે સીએમ ઓફિસમાં જઇને બીમાર મનોહર પર્રિકર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહેલા પર્રિકર હાલ સક્રિય છે અને સરકારી કાર્યભાર સંભાળી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે ટ્‌વીટ કરીને આને ખાનગી મુલાકાત ગણાવી હતી તેમણે જણાવ્યું હતું કે, ગોવાના સીએમના ઝડપી સ્વસ્થ થવાની આશા કરીએ છે.
રાહુલે ટ્‌વીટ કરીને લખ્યું કે, આજે સવારે મેં ગોવાના સીએમ સાથે મુલાકાત કરી હતી અને આ એક સુભેચ્છા મુલાકાત હતી. હું તેઓ ઝડપથી સાજા થઇ જાય તેવી આશા કરું છું. નોંધનીય છે કે, શિયાળું સત્રમાં રાહુલ ગાંધીએ રાફેલ ઓડિયો ટેપને લઇને મનોહર પર્રિકરનું નામ લઇને સંસદમાં હોબાળો કર્યો હતો.
રાહુલના આરોપો પર પર્રિકર પણ પલટવાર કરી ચૂક્યા છે. જો કે, આ શુભેચ્છા મુલાકાતમાં બન્ને વચ્ચે શું વાત થઇ તેની હજુ જાણ થઇ નથી. રાહુલ ગાંધીની સાથે બીજા કોંગ્રેસના નેતા પણ હતા. જો કે, મુલાકાત માટે જતા સમયે મીડિયા સાથે રાહુલ ગાંધીએ કોઇપણ વાતચીત કર નહતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY